શોધખોળ કરો

Ramesh Bidhuri Remarks: BSP સાંસદ દાનિશ અલીને મળ્યા રાહુલ ગાંધી, સાથે તસવીર શેર કરી જાણો શું કહ્યું ? 

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શુક્રવારે (21 સપ્ટેમ્બર)ના રોજ BSP સાંસદ દાનિશ અલીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના નેતાએ દાનિશ અલીને ગળે લગાવ્યા હતા.

Rahul Gandhi Meets Danish Ali: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શુક્રવારે (21 સપ્ટેમ્બર)ના રોજ BSP સાંસદ દાનિશ અલીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના નેતાએ દાનિશ અલીને ગળે લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ X પર આ મીટિંગનો ફોટો શેર કર્યો છે.

રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને લખ્યું, "નફરત કે બાઝાર મે મહોબ્બત કી દુકાન " કોંગ્રેસે બંને નેતાઓની મુલાકાત અંગે X પર પોસ્ટ કરીને લખ્યું, "રાહુલ ગાંધી તેમને મળવા BSP સાંસદ દાનિશ અલીના ઘરે પહોંચ્યા હતા."

કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું

કોંગ્રેસે આગળ લખ્યું, "ગઈકાલે સંસદમાં ભાજપના સાંસદ રમેશ બિઘૂડીએ દાનિશ અલીનું અપમાન કર્યું હતું,  તેમને અત્યંત અશિષ્ટ અને અસંસદીય અપશબ્દો કહ્યા હતા અને ભાજપના બે ભૂતપૂર્વ મંત્રીઓ અશ્લીલ રીતે હસતા રહ્યા હતા. રમેશ બિધુરીનું આ શરમજનક કૃત્ય સદનની ગરિમા પર કલંક છે. કોંગ્રેસ દેશભરની સાથે લોકશાહીના મંદિરમાં નફરત અને  આવી માનસિકતાનો સખત વિરોધ કરે છે."

રમેશ બિઘૂડીએ  લોકસભામાં આપત્તિજનક ટિપ્પણી કરી હતી

બીજેપી સાંસદ રમેશ બિઘૂડીએ ગુરુવારે સંસદના વિશેષ સત્ર દરમિયાન લોકસભામાં બસપા સાંસદ દાનિશ અલી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. વિપક્ષી દળોએ રમેશ બિઘૂડીના નિવેદનની નિંદા કરી છે અને લોકસભા અધ્યક્ષ પાસેથી તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. 

ભાજપ સાંસદ રમેશ બિધુડીએ લોકસભામાં બહુજન સમાજ પાર્ટીના સાંસદ દાનિશ અલી સાથે ખરાબ વર્તન કર્યું. દાનિશ અલી સાથે દુર્વ્યવહાર કરી અપશબ્દો કહ્યા હતા.  આ અંગે હોબાળો મચી ગયો છે. બસપા સુપ્રીમો માયાવતી, રાજદના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને કૉંગ્રેસના જયરામ રમેશ સહિત અનેક નેતાઓએ ભાજપના સાંસદની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ દરમિયાન દાનિશ અલીએ કહ્યું છે કે તેઓ ખૂબ જ દુઃખી છે અને અપમાનને કારણે આખી રાત સૂઈ શક્યા નથી.  તેમણે એમ પણ કહ્યું કે જો સાંસદ બિઘૂડી સામે કાર્યવાહી નહી કરવામાં આવે તો તેઓ સંસદ છોડવાનું પણ વિચારી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા માયાવતીએ પણ અપમાનના મુદ્દે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. દાનિશ અલીએ કહ્યું કે જો લોકસભામાં ચૂંટાયેલા સાંસદ સાથે આવું થઈ શકે તો સામાન્ય લોકોનું શું થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Election Result 2025 : કમલમ ખાતે ઢોલ નગારા અને મીઠાઈ સાથે BJPએ કરી જીતની ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો
Election Result 2025 : કમલમ ખાતે ઢોલ નગારા અને મીઠાઈ સાથે BJPએ કરી જીતની ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો
ગુજરાતમાં BJPની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું ? જાણો
ગુજરાતમાં BJPની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું ? જાણો
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈ મોટા સમાચાર, જાણો સીઆર પાટીલે શું આપ્યા મોટા સંકેત ?
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈ મોટા સમાચાર, જાણો સીઆર પાટીલે શું આપ્યા મોટા સંકેત ?
Election Result 2025 :  ચોરવાડમાં ભાજપની ભવ્ય  જીત, સાંસદ રાજેશ ચૂડાસમાએ પુષ્પા સ્ટાઈલમાં કર્યો ડાન્સ
Election Result 2025 : ચોરવાડમાં ભાજપની ભવ્ય જીત, સાંસદ રાજેશ ચૂડાસમાએ પુષ્પા સ્ટાઈલમાં કર્યો ડાન્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad News: વલસાડના પાંડવકુંડમાં ડૂબી જતાં 4 વિદ્યાર્થીના મોતGujarat Sthanik Swaraj Election Result 2025 : 68 પૈકીની 60 નગરપાલિકાઓમાં ભાજપની ભવ્ય જીતCR Patil: ગુજરાતમાં હવે પછીની ચૂંટણી કોની આગેવાનીમાં લડાશે, સી.આર.પાટીલનો મોટો ધડાકોGujarat Sthanik Swarajya Result 2025 : સલાયા પાલિકામાં ભાજપના સૂપડા સાફ !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Election Result 2025 : કમલમ ખાતે ઢોલ નગારા અને મીઠાઈ સાથે BJPએ કરી જીતની ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો
Election Result 2025 : કમલમ ખાતે ઢોલ નગારા અને મીઠાઈ સાથે BJPએ કરી જીતની ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો
ગુજરાતમાં BJPની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું ? જાણો
ગુજરાતમાં BJPની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું ? જાણો
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈ મોટા સમાચાર, જાણો સીઆર પાટીલે શું આપ્યા મોટા સંકેત ?
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈ મોટા સમાચાર, જાણો સીઆર પાટીલે શું આપ્યા મોટા સંકેત ?
Election Result 2025 :  ચોરવાડમાં ભાજપની ભવ્ય  જીત, સાંસદ રાજેશ ચૂડાસમાએ પુષ્પા સ્ટાઈલમાં કર્યો ડાન્સ
Election Result 2025 : ચોરવાડમાં ભાજપની ભવ્ય જીત, સાંસદ રાજેશ ચૂડાસમાએ પુષ્પા સ્ટાઈલમાં કર્યો ડાન્સ
Election Result 2025 : 68 નગરપાલિકા પૈકી 60 પર BJP નો કબજો, કૉંગ્રેસે એક માત્ર નગરપાલિકમાં મેળવી જીત
Election Result 2025 : 68 નગરપાલિકા પૈકી 60 પર BJP નો કબજો, કૉંગ્રેસે એક માત્ર નગરપાલિકમાં મેળવી જીત
Gujarat Election Result 2025: ધોરાજીના રસ્તાઓ પર ભાજપનું વિશાળ વિજય સરઘસ, લાગ્યા જય શ્રીરામના નારા 
Gujarat Election Result 2025: ધોરાજીના રસ્તાઓ પર ભાજપનું વિશાળ વિજય સરઘસ, લાગ્યા જય શ્રીરામના નારા 
Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.