શોધખોળ કરો
Advertisement
MPમાં કમલનાથ સરકારની મુશ્કેલી વધી, કોગ્રેસના ધારાસભ્યએ આપ્યું રાજીનામું
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું હતું કે, તેમની સરકારને કોઇ ખતરો નથી અને તેને લઇને કોઇ ચિંતા કરવાની જરૂર નથી.
ભોપાલઃ મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. ગુરુવારે સાંજે મધ્યપ્રદેશ કોગ્રેસના ધારાસભ્ય હરદીપ સિંહ ડાંગે વિધાનસભાના સભ્યપદેથી પોતાનું રાજીનામું આપ્યું છે. આ રાજીનામું એવા સમયમાં આપ્યું છે જ્યારે મંગળવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું હતું કે, તેમની સરકારને કોઇ ખતરો નથી અને તેને લઇને કોઇ ચિંતા કરવાની જરૂર નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હરદીપ સિંહ એ ચાર ધારાસભ્યોમાંથી એક છે જે ગુમ થયાની વાત સામે આવી હતી.
કોગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો હતો કે ભાજપ રાજ્ય સરકારે પાડવા માટે કોગ્રેસના ધારાસભ્યોને મોટી રકમની લાલચ આપી રહી છે. કમલનાથે કહ્યું હતું કે, કોગ્રેસના ધારાસભ્યોએ ભાજપ નેતાઓની રૂપિયાની ઓફરની જાણકારી તેમને આપી છે. ભોપાલમાં એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે, ધારાસભ્યોએ મને જાણકારી આપી હતી કે તેમને મોટી રકમ આપવાનો પ્રસ્તાવ મળી રહ્યો છે. મે ધારાસભ્યોને કહ્યુ કે, જો મફતમાં આ પૈસા મળી રહ્યા હોય તો તેને લઇ લો.Madhya Pradesh Congress MLA Hardeep Singh Dang has tendered his resignation from the post of Member of Legislative Assembly. (file pic) pic.twitter.com/sKqGi34YYX
— ANI (@ANI) March 5, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion