શોધખોળ કરો

Congress : સચિન પાયલટને લઈ મોટું કરવા જઈ રહી છે કોંગ્રેસ!!! અટકળો થઈ તેજ

ઘણા દિવસોથી એવી વાત સામે આવી રહી છે કે, અશોક ગેહલોત હાઈકમાન્ડને મળવા દિલ્હી ગયા હતા, પરંતુ તેઓ મળી શક્યા ન હતા.

Rajasthan Assembly Elections 2023: રાજસ્થાનમાં રાજકીય હલચલ તેજ બની છે. સૌકોઈની નજર સચિન પાયલટ અને અશોક ગેહલોત પર ટકેલી છે. રોજે રોજ કોઈને કોઈ મોટું અપડેટ આવતુ જ છે. ક્યારેક હાઈકમાન્ડ સચિન પાયલટ સામે પગલાં લેશે તો ક્યાંક આ સવાલો ઉઠવા લાગે છે કે, હાઈકમાન્ડ સચિન પાયલટ સામે પગલાં કેમ લેવા માગતું નથી? પરંતુ ન તો હાઈકમાન્ડ કે ન તો સ્થાનિક નેતાઓ સચિન પાયલટ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા ઈચ્છે છે કારણ કે તેના ઘણા કારણો છે. આ સ્થિતિમાં ઘણી વખત સચિન પાયલટને રાહુલ ગાંધી તરફથી પણ લીલી ઝંડી મળી ચૂકી છે.

રાહુલ ગાંધીએ પણ સચિન પાયલટને કોંગ્રેસની સંપત્તિ ગણાવી હતી. તાજેતરમાં જ્યારે હરીશ મીનાને અશોક ગેહલોત, સુખવિંદર સિંહ રંધાવા અને ગોવિંદ દોતાસરાની સામે પૂછવામાં આવ્યું કે શું તે માનેસર જનારાઓમાં સામેલ છે? તો તેમણે કહ્યું હતું કે, અહેમદ પટેલની સામે જ અમારી વાતચીતનો ખુલાસો થઈ ગયો છે તો પછી વારંવાર માનેસર જનારાઓમાં શા માટે બોલાવવામાં આવે છે?

અશોક ગેહલોતે પણ કહ્યું કે... 

છેલ્લા ઘણા દિવસોથી એવી વાત સામે આવી રહી છે કે, અશોક ગેહલોત હાઈકમાન્ડને મળવા દિલ્હી ગયા હતા, પરંતુ તેઓ મળી શક્યા ન હતા. જ્યારે સુખજિન્દર રંધાવા વારંવાર તેમના શબ્દો પર ફેરવી તોળે છે. એ વાત પણ સૌકોઈને ધીમે ધીમે સમજાઈ રહી છે કે, ગહલોત સાથેના આ હદેના મતભેદ બાદ પણ સચિન પાયલોટ મામલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચૂપ કેમ છે. આ જ કારણ છે કે, સચિન પાયલટ રાજસ્થાનમાં ભાજપ પર આક્રમક છે. રવિવારે ખુદ અશોક ગેહલોતે કહ્યું હતું કે, અમને એકબીજા સાથે ના ઝગડાવો, કારણ કે અમારી સરકાર રિપીટ થવા જઈ રહી છે.

રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ બદલવાની ચર્ચા

રાજસ્થાન સરકારના કેબિનેટ વિસ્તરણ અને પ્રદેશ પ્રમુખ બદલવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ સ્થિતિમાં કહેવામાં આવી રહ્યું છે કે, સચિન પાયલટના કહેવા પ્રમાણે, હાઇકમાન્ડ કેટલાક લોકોને મંત્રી બનાવી શકે છે અને સચિન પાયલટને ખુદ પ્રદેશ અધ્યક્ષની કમાન સોંપવામાં આવી શકે છે. કારણ કે સચિન પાયલોટે પોતે ઘણી વખત કહ્યું છે કે, તેઓ પદો પાછળ દોડતા નથી અને તે તત્કાલીન ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા રહેશે.

સૂત્રોનું કહેવું છે કે, આ સ્થિતિમાં કોંગ્રેસ હાઈકમાન્ડની રણનીતિ એવી હોઈ શકે છે કે, સચિન પાયલટ ભારતીય જનતા પાર્ટી પર હુમલો કરવા માટે વધુ યોગ્ય સાબિત થઈ શકે છે.

ઉંમર વિશે સાવચેત છો?

રાજસ્થાનમાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં બદલાવના ઘણા સંકેત દેખાઈ રહ્યા છે. જ્યાં એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે, અહીં કેબિનેટ વિસ્તરણ થઈ શકે છે. તો બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઘણા સંગઠનાત્મક ફેરફારો થઈ શકે છે. સાથે જ યુથ કોંગ્રેસમાંથી પણ ટૂંક સમયમાં નવા પ્રમુખ આવે તેવી શક્યતા છે. દરેક મોરચે નવા લોકોની નિમણૂક થઈ શકે છે. મોટી વાત એ છે કે તેમાં ઉંમરનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget