શોધખોળ કરો
Advertisement
દાઉદના નામે ક્યા મુખ્યમંત્રી ઉડાવી દેવાના બે કોલ કરાંચીથી આવ્યા ? જાણો વિગત
પોલીસ એ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે કે આ ફોન દુબઈથી આવ્યો હતો કે અન્ય કોઈ સ્થળેથી આવ્યો હતો.
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને જાનથી મારી નાંખવાની મળી છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નામ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઠાકરેને ફોન કરીને ધમકી આપવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, માતોશ્રીના લેંડલાઈન પર દુબઈથી ત્રણ-ચાર કોલ આવ્યા હતા. જેમાં માતોશ્રી નિવાસને ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યા ફોન કોલ બાદ માતોશ્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
શિવસેનાના પરિવહન મંત્રી અનિલ પરબે જણાવ્યું હતું કે ફોન કોલ્સ આવ્યા છે, પરંતુ દાઉદે કર્યા છે કે તેની જાણ નથી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસ કરી રહી છે. દરમિયાન પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે અમુક વાર આવા ફોન કોલ્સ ગભરાટ ફેલાવવા કે મજાક કરવા માટે પણ કરવામાં આવે છે. જોકે તેમ છતાં અમે તેને હળવાશથી લેવા માગતા નથી. આથી બંદોબસ્ત વધારી દેવાયો છે. આથી માતોશ્રી આસપાસ પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
પોલીસ આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે. સીનિયર અધિકારીએ કહ્યું-અમે એ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ ફોન દુબઈથી આવ્યો હતો કે અન્ય કોઈ સ્થળેથી આવ્યો હતો. દરમિયાન મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અનિલ પરબે કહ્યું છે કે માતોશ્રીને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી નથી.
શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે રાજ્યના 19મા મુખ્યમંત્રી છે. તેમણે 2019માં સીએમ પદના શપથ લીધા હતા. 2002માં તેઓ રાજનીતિમાં આવ્યા હતા અને મુખ્યમંત્રી બન્યા હોય તેવા ઠાકરે પરિવારના પ્રથમ સભ્ય છે. તેમનો દીકરો આદિત્ય મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion