શોધખોળ કરો
CBSE બોર્ડે 10માં ધોરણની બાકીની પરીક્ષાને લઈને લીધો મોટો નિર્ણય? જાણો વિગત
માત્ર દિલ્હીના નોર્થ ઇસ્ટ દિલ્હીમાં તનાવના કારણે રદ્દ થયેલી પરીક્ષાને જ ફરીથી કરાવવામાં આવશે. દસમાં ધોરણના વિદ્યાર્થીઓને બચેલી પરીક્ષામાં એવરેજ પ્રમાણે ગ્રેડ આપી દેવામાં આવશે

નવી દિલ્હીઃ દેશમાં કાતિલ કોરોના વાયરસના સંકટ અને હાલમાં ચાલી રહેલા લૉકડાઉનના કારણે CBSE બોર્ડે મોટો નિર્ણય કર્યો છે. CBSE 10માં ધોરણની બાકીની બચેલી પરીક્ષાઓ હવે નહીં લે. માત્ર દિલ્હીના નોર્થ ઇસ્ટ દિલ્હીમાં તનાવના કારણે રદ્દ થયેલી પરીક્ષાને જ ફરીથી કરાવવામાં આવશે. દસમાં ધોરણના વિદ્યાર્થીઓને બચેલી પરીક્ષામાં એવરેજ પ્રમાણે ગ્રેડ આપી દેવામાં આવશે. વળી, 12 ધોરણની બાકીની બચેલી પરીક્ષાઓ માત્ર મહત્વની પરીક્ષા જ લેવામાં આવશે. કહેવાઇ રહ્યું છે કે પરિસ્થિતિ સામાન્ય થતાં જ પેપરની તપાસ કરવાની કામગીરી શરૂ થઇ જશે. CBSE અનુસાર પેપર તપાસવા અને રિઝલ્ટ આવવામાં હજુ ઓછામાં ઓછા અઢી મહિનાનો સમય લાગી જશે. બધુ લૉકડાઉનની સ્થિતિ પર નિર્ભર રહેશે. નોંધનીય છે કે, કાલે જ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે વિદ્યાર્થીઓની સમસ્યાઓને ધ્યાનમાં રાખતા થયેલી બોર્ડ પરીક્ષાઓના પેપરોને તપાસવાનો આદેશ આપી દીધો છે. રાજ્યોના શિક્ષણમંત્રીઓને કહેવામાં આવ્યુ છે કે, રાજ્યના બોર્ડ જલ્દી પેપર મૂલ્યાંકન શરૂ કરે. સાથે જ બધા રાજ્ય સીબીએસઇને પણ પેપરનુ મૂલ્યાંકન માટે વ્યવસ્થા કરાવવામાં આવે. જેથી જલ્દીથી પરીક્ષાનુ પરિણામ જાહેર કરી શકાય
વધુ વાંચો




















