મહારાષ્ટ્ર-દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ, કેંદ્રએ જણાવ્યું કારણ
મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાયરસ સંક્રમણના 13,659 કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ મહિનામાં પ્રથમ વખત બન્યુ છે કે જ્યારે એક દિવસમાં આટલા વધુ કેસ નોંધાયા છે.
નવી દિલ્હી: મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને હરિયાણામાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી એક વખત વધી રહ્યું છે. આજે જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં નવા 409 નવા કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં ખૂબ લાંબા સમય બાદ એક દિવસમાં એટલા વધારે કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાયરસ સંક્રમણના 13,659 કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ મહિનામાં પ્રથમ વખત બન્યુ છે કે જ્યારે એક દિવસમાં આટલા વધુ કેસ નોંધાયા છે.
કોરોનાના વધતા કેસને લઈને કેંદીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અમે ખૂબ ચિંતિત છીએ. એ ખૂબ જ જરૂરી છે કે વાયરસને લઈને હંમેશા સતર્ક રહો અને સરળતાથી ન લેતા. અમારી સલાહ છે કે જે રાજ્યોમાં કેસ વધ્યા છે, ત્યાં તમામ જિલ્લામાં રસીકરણ ઝડપી કરવાની જરૂર છે.
નીતિ આયોગના સદસ્ય વીકે પોલે કહ્યું કે દિલ્હીમાં કોરોનાના કેસ વધ્યા છે. અને ત્યારબાદ ફરીદાબાદ, નોઈડા, ગાજિયાબાદના વિસ્તારમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે.
તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં વધી રહેલા કેસ પાછળ નવો સ્ટ્રેન નથી. પરંતુ કોરોના ટેસ્ટ ઓછા કરવા, બેદરકારી, લગ્ન અને કાર્યક્રમોની સીઝન જેવા કારણે સામેલ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુથી સતત કોરોનાના કેસ સામે આવી રહ્યા છે અને છેલ્લા 24 કલાકમાં સામે આવેલા કેસમાંથી આ છ રાજ્યોમાં 85.91 ટકા છે.