શોધખોળ કરો
1લી એપ્રિલથી ટીવી પરી ફરી એકવાર જોવા મળશે ‘શક્તિમાન’ સીરિયલ, જાણો કઈ ચેનલ પર કેટલા વાગે ટેલિકાસ્ટ કરાશે?
કોરોના વાયરસના પગલે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે દુરદર્શન પર ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવી સીરિયલનું ફરીથી પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.
![1લી એપ્રિલથી ટીવી પરી ફરી એકવાર જોવા મળશે ‘શક્તિમાન’ સીરિયલ, જાણો કઈ ચેનલ પર કેટલા વાગે ટેલિકાસ્ટ કરાશે? Corona Effect: Shaktiman Serial Come back in Doordarshan 1લી એપ્રિલથી ટીવી પરી ફરી એકવાર જોવા મળશે ‘શક્તિમાન’ સીરિયલ, જાણો કઈ ચેનલ પર કેટલા વાગે ટેલિકાસ્ટ કરાશે?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/31151633/Serial.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: કોરોના વાયરસના પગલે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે દુરદર્શન પર ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવી સીરિયલનું ફરીથી પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ બન્ને સીરિયલના પ્રસારણ પછી સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા શક્તિમાન અને અન્ય સીરિયલ પ્રસારીત કરવાની પણ માગણી કરહી હતાં. હવે દૂરદર્શન પર ‘શક્તિમાન’ અને ‘શ્રીમાન શ્રીમતી’ સાથે અન્ય સીરિયલ્સ પણ બતાવવામાં આવશે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે.
સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે હવે દૂરદર્શન અને ડીડી ભારતી પર એવી સીરિયલ્સનું કમબેક થઈ રહી છે જેના આ પહેલા સુપરહિટ રહી હતી. હવે જ્યારે ‘રામાયણ’ અને ‘મહાભારત’ના એપિસોડ ટેલિકાસ્ટ થઈ રહ્યાં છે ત્યારે આ બન્ને શો બાદ ‘શક્તિમાન’, ‘શ્રીમાન શ્રીમતી’, ‘ચાણક્ય’, ‘ઉપનિષદ ગંગા’ તેમજ ‘ક્રિષ્ના કાલી’ શોનું પણ ટેલિકાસ્ટ કરવામાં આવશે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળી રહ્યું છે.
સોશિયલ મીડિયા યૂઝર્સની માગણીને ધ્યાનમાં લઈને સુપરહિટ શોઝનું પ્રસારણ ફરીથી કરવામાં આવશે. જેમાં પહેલી એપ્રિલથી દૂરદર્શન પર બપોરે 1 કલાકે ‘શક્તિમાન’નું પ્રસારણ કરવામાં આવશે. આ શો બાદ બપોરે 2 કલાકે ‘શ્રીમાન શ્રીમતી’નું પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત ‘ક્રિષ્ન કાલી’ શો દૂરદર્શન પર રોજ રાતે સાડા આઠ કલાકે દર્શાવવામાં આવશે. આ સાથે જ ડીડી ભારતી પર ‘ચાણક્ય’ અને ‘ઉપનિષદ ગંગા’ પણ બપોરના સમયે દર્શાવવામાં આવશે.
નોંધનીય છે કે, દૂરદર્શન પર રામાયણ અને મહાભારત ઉપરાંત શાહરુખ ખાનનું સર્કસ અને વ્યોમકેશ બક્ષી પણ જોવા મળે છે. હવે જ્યારે જૂની યાદો ફરીથી તાજી થઈ રહી છે ત્યારે મુકેશ ખન્નાએ રામાયણ અને મહાભારતના ફરીથી પ્રસારણ અંગે એક વીડિયો પણ શેર કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)