કોરોનાના દર્દીને કયાં મહત્વના અંગમાં સોજો આવી જતાં તે જીવલેણ સાબિત થાય છે. જાણો એકસ્પર્ટે શું આપી સલાહ
કોરોનાની બીજી લહેરે દેશમાં તબાહી મચાવી છે. કોરોનાના કારણે રોજ લાખોની સંખ્યામાં નવા કેસ નોંધાઇ રહ્યાં છે. કોરોનાની બીજી લહેરમાં નવા મ્યુટન્ટ વાયરસના કારણે દર્દીમાં કેટલાક નવા લક્ષણો જોવા મળે છે. કોવિડમાં કયાં મહત્વના અંગ પર સોજો આવી જાય છે. જે મોતનું કારણ બને છે. જાણીએ
coronavirus:કોરોનાની બીજી લહેરે દેશમાં તબાહી મચાવી છે. કોરોનાના કારણે રોજ લાખોની સંખ્યામાં નવા કેસ નોંધાઇ રહ્યાં છે. કોરોનાની બીજી લહેરમાં નવા મ્યુટન્ટ વાયરસના કારણે દર્દીમાં કેટલાક નવા લક્ષણો જોવા મળે છે. કોવિડમાં કયાં મહત્વના અંગ પર સોજો આવી જાય છે. જે મોતનું કારણ બને છે. જાણીએ
કોરોનાની મહામારીમાં સંક્રમિત દર્દીઓ બીજી લહેરમાં અનેક નવી સસમસ્યાનો સામનો કરી રહ્યાં છે. કોરોના વાયસર સૌથી વધુ પ્રભાવિત ફેફસાંને કરે છે. ફેફસાં વધુ ડેમેજ થઇ જતાં દર્દી માટે આ સ્થિતિ જીવલેણ બની છે. તો આ જાણીએ કોરોના ન્યૂ ડબલ મ્યૂટન્ટ વાયરસ દર્દીના શરીરમાં પ્રવેશ કર્યાં બાદ શું અસર કરે છે. કયાં મહત્વના અંગને ડેમેજ કરે છે.
કોવિડ-19ના દર્દીના ગળા બાદ વાયરસ ફેફસા પર અટેક કરે છે. અહીં ફેફસામં વાયરસનું ડુપ્લિકેશન થતાં તે ફેફસાંને સૌથી વધુ ડેમેજ કરે છે અને ફેફસા પર સોજો આવી જાય છે. કોરોના ગંભીર લક્ષણો ધરાવતા લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. એકસ્પર્ટના જણાવ્યાં મુજબ જ્યારે ફેફસાંમાં કોવિડ વાયરસના કારણે સોજાા આવી જાય છે તેની અસર હાર્ટ પર પણ પડે છે, જે લોકો પહેલાથી હાર્ટ ડિસીઝથી પીડિત હોય તેમને વધુ સાવધાન રહેવાની જરૂર છે. ફેફસામાં સોજો આવતા હાર્ટની ધમનીઓ પણ સાંકડી થઇ જાય છે. મેડિકલની ભાષામાં તેને આર્ટરીમાં બ્લોકેજ થઇ જાય છે. જે બ્લોકેજ હાર્ટ અટેકનું કારણ બને છે.
આ રીતે કોવિડ-19ના દર્દીને જો ફેફસાંમાં સોજા આવે તો તે સમસ્યા મોતનું કારણ બની શકે છે. કારણ કે, ફેફસાંના સોજો તેનું પ્રેશર હાર્ટ પર પણ આવે છે અને દર્દીની આર્ટરી બ્લોકેજ થઇ જતાં આ સમસ્યા મોતનું કારણ બની શકે છે. જો કે દરકે દર્દીમાં આવી સ્થિતિ નથી સર્જાતી. જો કોવિડ-19ના શરૂઆતનો લક્ષણો જાણીને ડોક્ટરની સલાહ મુજબ અનુસરવામાં આવે તો કોવિડને જીવલેણ બનતો અટકાવી શકાય છે. એકસ્પર્ટના કહ્યાં મુજબ જો કોવિડના દર્દીને છાતીમાં દુખાવો, છાતીમાં ભીંસ આવવી,ગભરામણ જેવી સમસ્યા સર્જાય તો તરત સચેત થઇ જવું. આ સંકેત હાર્ટ અટેકના છે