શોધખોળ કરો
Advertisement
જલ્દી આવશે કોરોનાની રસી! કેન્દ્ર સરકારે રાજ્યોને રસીકરણ માટે કેવી સિસ્ટમ બનાવવા કર્યું સૂચન, જાણો વિગત
સ્વાસ્થ્ય મંત્રાલયે ચીફ સેક્રેટરીની હેઠળ સ્ટેટ સ્ટીયરિંગ કમિટી, પ્રિન્સિપલ સેક્રેટરી હેલ્થની નીચે સ્ટેટ ટાસ્ક ફોર્સ અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના હાથ નીચે ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ એમ ત્રણ સ્તરીય સિસ્ટમ ઉભી કરવા રાજ્યોને સૂચન કર્યુ છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામે લડવા ભારત સહિત અનેક દેશો રસી બનાવવામાં લાગ્યા છે. ભારતમાં કોરોનાની રસી બનાવવામાં ત્રણ કંપની અગ્રેસર છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યોને કોવિડ-19 રસીના કામકાજને જોવા તથા સમન્વય કરવા એક સમિતિ બનાવવાનું કહ્યું છે. ઉપરાંત સામાન્ય સ્વાસ્થ્ય સેવાઓ પર તેની ઓછામાં ઓછી અસર પડે તે સુનિશ્ચિત કરવા કહ્યું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે ચીફ સેક્રેટરીની હેઠળ સ્ટેટ સ્ટીયરિંગ કમિટી, પ્રિન્સિપલ સેક્રેટરી હેલ્થની નીચે સ્ટેટ ટાસ્ક ફોર્સ અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના હાથ નીચે ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ એમ ત્રણ સ્તરીય સિસ્ટમ ઉભી કરવા રાજ્યોને સૂચન કર્યુ છે. આ ત્રણેય અનુક્રમે મહિને, પખવાડિયે અને અઠવાડિયે રિપોર્ટ આપશે.પત્રની સાથે સંલગ્ન પરિશિષ્ઠમાં સમિતિઓના કાર્યો પણ જણાવવામાં આવ્યા છે. જેનો હેતુ તમામ નાગરિકને કોરોના રસી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
કેન્દ્ર સરકારના કહેવા મુજબ કોવિડ-19ની રસી આપવામાં આશરે એક વર્ષ જેટલો સમય લાગશે અને તેમાં વિવિધ સમૂહોને સામેલ કરાશે. જેની શરૂઆથ સ્વાસ્થ્ય કર્મીઓથી થશે. આ દરમિયાન એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ ચેતવણી ઉચ્ચારી છે કે કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. જેમાં કોરોનાના કેસમાં ફરીથી ઉછાળો જોવા મળશે. તેમણે કહ્યું કે, જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળો અને માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન અવશ્ય કરો.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 48,268 કેસ અને 551 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 81,37,119 પર પહોંચી છે અને કુલ મૃત્યુઆંક 1,21,641 થયો છે. દેશમાં હાલ 5,82,649 એક્ટિવ કેસ છે અને 74,32,829 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે.
Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે કોરોનાના નવા 935 કેસ નોંધાયા, 1014 દર્દીએ આપી મ્હાત, 5 લોકોના મોત
અમદાવાદઃ સાસુની હત્યારી MBA નિકીતાને સસરા સાથે હતા શારીરિક સંબંધ ? સસરા સાથેના સંબંધથી થયેલી પ્રેગનન્ટ ? કોણે કરેલો આ આક્ષેપ ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ટેકનોલોજી
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion