શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના વિરુદ્ધ એક થયો દેશ, PMની અપીલ પર તાળી-થાળી વગાડી આ લોકોનો માન્યો આભાર
વડાપ્રધાન મોદીની અપીલ બાદ લોકોએ જનતા કર્ફ્યૂને પુરુ સમર્થન આપ્યું છે. આ સાથે જ દેશના તમામ શહેરોમાં લોકોએ તાળી અને થાળી વગાડીને કોરોના સંકટમાં દેશની સેવામાં લાગેલા તમામ લોકોનો આભાર માન્યો હતો.
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીની અપીલ બાદ લોકોએ જનતા કર્ફ્યૂને પુરુ સમર્થન આપ્યું છે. આ સાથે જ દેશના તમામ શહેરોમાં લોકોએ તાળી અને થાળી વગાડીને કોરોના સંકટમાં દેશની સેવામાં લાગેલા તમામ લોકોનો આભાર માન્યો હતો. કોરોના વાયરસના ખતરા સામે લડવા આખો દેશ એકજૂટ થયો હતો. લોકોએ જનતા કર્ફ્યૂનું પાલન કરતા ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.
આ સાથે જ સાંજે પાંચ વાગ્યાની આસપાસ લોકો પોતાના ઘરની બહાર બાલ્કનીમાં નીકળ્યા હતા અને તાળી અને થાળી વગાડીને એ લોકોનો આભાર માન્યો હતો જે કોરોના વાયરસના ખતરા સામે લડવામાં તેમની મદદ કરી રહ્યા છે. સાથે લોકોએ શંખ પણ વગાડ્યો હતો.
કેન્દ્રિયમંત્રી નીતિન ગડકરી નાગપુરમાં પોતાના પરિવાર સાથે ઘરની બાલ્કનીમાં ઉભા રહીને કોરોના વિરુદ્ધ લડી રહેલા ડોક્ટરો, નર્સ, વહીવટીતંત્રના અધિકારીઓ, મીડિયાકર્મીઓ માટે તાળી અને ઘંટડી વગાડીને તેમનો આભાર માન્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion