Covid-19 સામે ખૂબ પ્રભાવી છે આ દવાઓનું નવું મિશ્રણ, રિસર્ચમાં થયો ખુલાસો
Coronavirus: 'નેચર જર્નલ'માં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, આ દવાઓનો અલગ-અલગ ઉપયોગ કરવાને બદલે સંયોજનમાં ઉપયોગ કરવામાં આવે તો તે વધુ અસરકારક સાબિત થાય છે.
Coronavirus: એક નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રાયોગિક દવા બ્રેક્વિનાર સાથે એન્ટિવાયરલ ડ્રગ રેમડેસિવિર અથવા મોલાનુપિરાવીરના સંયોજનથી SARS-CoV-2 વાયરસના પ્રજનનને અવરોધે છે. આ વાયરસ કોવિડ-19 ચેપ માટે જવાબદાર છે.
તાજેતરમાં 'નેચર જર્નલ'માં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, આ દવાઓનો અલગ-અલગ ઉપયોગ કરવાને બદલે સંયોજનમાં ઉપયોગ કરવામાં આવે તો તે વધુ અસરકારક સાબિત થાય છે. સંશોધકોએ કહ્યું કે ભલે આ દવાઓના સંયોજનોનું ક્લિનિકલી પરીક્ષણ કરવામાં ન આવ્યું હોય, પરંતુ અભ્યાસો દર્શાવે છે કે તેઓ કોવિડ-19 ચેપની ખૂબ અસરકારક સારવાર સાબિત થવાની ક્ષમતા ધરાવે છે.
18,000 દવાઓની એન્ટિ-વાયરસ ક્ષમતાઓની તપાસ કરવામાં આવી
યુ.એસ.માં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના પ્રોફેસર અને મુખ્ય સંશોધક સારાહ ચેરીએ કહ્યું, એન્ટિવાયરલ દવાઓના યોગ્ય સંયોજનને ઓળખવું અત્યંત મહત્વપૂર્ણ છે. કારણ કે આમ કરવાથી કોરોના વાયરસ સામે દવાઓની અસરકારકતામાં વધારો થઈ શકે છે. દવાઓનું યોગ્ય મિશ્રણ પ્રતિકારના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડે છે. સંશોધકોએ માનવ શ્વસન કોષોમાં SARS-CoV-2 વાયરસના જીવંત અંશ દાખલ કરીને 18,000 દવાઓની એન્ટિ-વાયરસ ક્ષમતાઓનું પરીક્ષણ કર્યું.
16 ન્યુક્લિયોસાઇડ એનાલોગમાં, રેમડેસિવીર અને મોલાનુપીરાવીર અગ્રણી
આ દરમિયાન તેઓએ 122 એવી દવાઓની ઓળખ કરી જે કોરોનાવાયરસ સામે એન્ટિવાયરલ ગતિવિધિ દર્શાવે છે. આમાં 16 ન્યુક્લિયોસાઇડ એનાલોગનો સમાવેશ થાય છે, જે ક્લિનિકલ ઉપયોગમાં એન્ટિવાયરલ દવાઓનો સૌથી મોટો વર્ગ છે. સંશોધકોના જણાવ્યા અનુસાર આ 16 ન્યુક્લિયોસાઇડ એનાલોગમાં રેમડેસિવીર અને મોલાનુપીરાવીર મુખ્ય છે.
રેમડેસિવીર એ એન્ટિવાયરલ દવા છે, જે ઇન્જેક્શન દ્વારા નસમાં આપવામાં આવે છે. જ્યારે મોલનુપીરાવીરને ગોળી સ્વરૂપે લઈ શકાય છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ ડ્રગ્સે કોવિડ-19ની સારવારમાં આ બંને દવાઓના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. સંશોધકોએ જણાવ્યું હતું કે જે 122 દવાઓની ઓળખ કરવામાં આવી હતી. તેમાં પ્રાયોગિક દવા બ્રેક્વિનાર સહિત અનેક ન્યુક્લિયોસાઇડ બાયોસિન્થેસિસ ઇન્હિબિટરનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ન્યુક્લિયોસાઇડ બાયોસિન્થેસિસ ઇન્હિબિટર્સ શરીરમાં હાજર એન્ઝાઇમને ન્યુક્લિયોસાઇડ્સ બનાવવાથી અટકાવે છે, જે વાયરસના પ્રજનનને અવરોધે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )