શોધખોળ કરો

Coronavirus Cases: દેશમાં કોરોનાના કુલ કેસ પૈકી 85 ટકા ગુજરાત સહિત આ રાજ્યોમાં, જાણો વિગત

આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 53,480 નવા કેસ અને 354 લોકોના મોત થયા છે. જ્યારે 41,280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીની (Coronavirus) સ્થિતિ બેકાબૂ બની રહી છે. કેન્દ્ર સરકારે આખો દેશ જોખમમાં મૂકાયો હોવાનું જણાવ્યું છે. આ દરમિયાન આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Health Ministry) કહ્યું કે, દેશમાં કોરોનાના કુલ કેસ પૈકી માત્ર આઠ રાજ્યમાં જ 85 ટકા જેટલા કેસ છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ,તમિલનાડુ, ગુજરાત (Gujarat), પંજાબ અને મધ્યપ્રદેશમાં કોરોનાના દૈનિક કેસ વધી રહ્યા છે. દેશમાં નોંધાતા કુલ કેસના 84.73 ટકા કેસ  આ રાજ્યોના છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાની (Corona Cases) સ્થિતિ વધુ કથળી રહી છે. કેટલાક રાજ્યોમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે, જે ચિંતાની બાબત છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત ૧૦ જિલ્લાઓમાંથી આઠ મહારાષ્ટ્રના છે, જે દર્શાવે છે કે મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ અત્યંત વિકટ છે. છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, જે ૧૦ જિલ્લામાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે, તેમાં પૂણે, મુંબઈ, નાગપુર, થાણે, નાસિક, ઔરંગાબાદ, બેંગ્લુરુ શહેર, નાંદેડ, દિલ્હી અને અહેમદનગરનો સમાવેશ થાય છે.

ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર

આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 53,480 નવા કેસ અને 354 લોકોના મોત થયા છે. જ્યારે 41,280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 1,21,49,335 થયા છે. જ્યારે 1,14,34,301 લોકો કોરોનાથી મુક્ત થઈ ગયા છે. હાલ 5,52,566 એક્ટિવ કેસ (Active Cases) છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,62,468 છે. દેશમાં કુલ 6,30,54,353 લોકો કોરોનાની રસી (Corona Vaccine) લઈ ચુક્યા છે.

નીતિ આયોગના સભ્ય વી. કે. પૌલે જણાવ્યું કે, આપણે ખૂબ જ ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. કેટલાક રાજ્યોમાં હોસ્પિટલ અને આઈસીયુ સંબંધિત તૈયારીઓ રાખવી જોઈએ. કોરોનાના કેસ ઝડપથી વધશે તો સ્વાસ્થ્ય સંબંધિત સિસ્ટમ પડી ભાંગશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, દેશમાં લોકોને લાગે છે કે કોરોના વાઈરસ વિરુદ્ધ રસી આવી ગઈ છે. તેથી હવે બધું બરાબર થઈ ગયું છે. લોકો હજી પણ મહામારી મુદ્દે ગંભીરતા દાખવી રહ્યા નથી. કોરોના પર નિયંત્રણ મેળવવા રાજ્યોએ આરટી-પીસીઆર ટેસ્ટ વધારવાની તેમજ 'ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ'ની નીતિનો વધુ ગંભીરતાથી અમલ કરવાની જરૂર છે. કેસ વધી રહ્યા છે તેવા પ્રત્યેક રાજ્યમાં ટેસ્ટ વધારવા માટે પણ નિર્દેશ અપાયા હતા.  

Coronavirus: વિશ્વના આ જાણીતા દેશમાં કોરોનાનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ, 24 કલાકમાં જ 3700થી વધુ લોકોને ભરખી જતાં ફફડાટ

આવતીકાલથી કાર્ડથી પેમેન્ટ થઈ શકે છે ફેઇલ, જાણો શું છે કારણ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યોRajkot Accident: રાજકોટમાં બેફામ કન્ટેનરનો કહેર યથાવત. આજી ડેમ ચોકડી નજીક વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોતAhmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવીRajkot Accident: રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, સ્કૂલ બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Health Tips: શું તમે પણ ડિસ્પોઝેબલ કપમાં ચાની ચૂસકી લો છો? તેની ગંભીર અસર જાણશો તો હોંશ ઉડી જશે
Health Tips: શું તમે પણ ડિસ્પોઝેબલ કપમાં ચાની ચૂસકી લો છો? તેની ગંભીર અસર જાણશો તો હોંશ ઉડી જશે
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
Embed widget