Coronavirus Cases India: દેશમાં એક જ દિવસમાં 3.55 લાખથી વધુ લોકોએ કોરોનાને આપી મ્હાત, જાણો આજે કેટલા કેસ નોંધાયા
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,40,842 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3741 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,102 લોકો ઠીક પણ થયા છે.
![Coronavirus Cases India: દેશમાં એક જ દિવસમાં 3.55 લાખથી વધુ લોકોએ કોરોનાને આપી મ્હાત, જાણો આજે કેટલા કેસ નોંધાયા Coronavirus Cases India: india reports 240842 new COVID19 cases and 3741 deaths in last 24 hrs as per Health Ministry Coronavirus Cases India: દેશમાં એક જ દિવસમાં 3.55 લાખથી વધુ લોકોએ કોરોનાને આપી મ્હાત, જાણો આજે કેટલા કેસ નોંધાયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/22/eb33cb9cbb96375d7dc0ef7f1c4f4337_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે. દેશમાં સતત સાતમા દિવસે ત્રણ લાખથી ઓછા કેસ નોંધાયા છે. જોકે મૃત્યુઆંકમાં ખાસ ઘટાડો થયો નથી.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,40,842 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3741 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,102 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 65 લાખ 30 હજાર 132
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 34 લાખ 25 હજાર 467
- કુલ એક્ટિવ કેસ - 28 લાખ 05 હજાર 399
- કુલ મોત - 2 લાખ 99 હજાર 399
છેલ્લા 22 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
કેસ |
મોત |
22 મે |
2,57,299 |
4194 |
21 મે |
2,59,551 |
4209 |
20 મે |
2,76,077 |
3874 |
19 મે |
2,67,334 |
4529 |
18 મે |
2,63,553 |
4329 |
17 મે |
2,81,386 |
4106 |
16 મે |
3,11,170 |
4077 |
15 મે |
3,26,098 |
3890 |
14 મે |
3,43,144 |
4000 |
13 મે |
3,62,727 |
4120 |
12 મે |
3,48,421 |
4205 |
11 મે |
3,29,942 |
3876 |
10 મે |
3,66,161 |
3754 |
9 મે |
4,03,738 |
4092 |
8 મે |
4,07,078 |
4187 |
7 મે |
4,14,188 |
3915 |
6 મે |
4,12,262 |
3980 |
5 મે |
3,82,315 |
3780 |
4 મે |
3,57,299 |
3449 |
3 મે |
3,68,147 |
3417 |
2 મે |
3,92,498 |
3689 |
1 મે |
4,01,993 |
3523 |
19 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 19 કરોડ 50 લાખ 4 હજાર 184 ડોઝ આપવામાં આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશના આઠ રાજ્યોમાં એક લાખથી વધુ કેસ છે. જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાત સહિત 10 રાજ્યોમાં 50 હજારથી એક લાખ એક્ટિવ કેસ છે. 18 રાજ્યોમાં 50 હજારથી ઓછા એક્ટિવ કેસ છે.
કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ
ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 32,86,07,937 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 22 મે ના રોજ 21,23,782 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.
રાજ્યોની હાલત છે ખરાબ
કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત
સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)