શોધખોળ કરો
Coronavirus ના વધતા કેસને લઈ સરકારે લીધો મોટો નિર્ણય, કેન્દ્રીય ગૃહ સચિવે તમામ રાજ્યોને પત્ર લખીને કહી આ વાત
પત્રમાં કોવિડ-19 સામેના જંગને જીતવા વધારે સાવચેતી અને કડક દેખરેખ રાખવા જણાવાયું છે.

નવી દિલ્હીઃ દેશમા વધી રહેલા કોરના વાયરસના મામલાને લઈ કેન્દ્ર સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યુ છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને કોરોના વાયરસની ગાઇડલાઇન31 માર્ચ સુધી વધારવાનો આદેશ કર્યો છે. પત્રમાં કોવિડ-19 સામેના જંગને જીતવા વધારે સાવચેતી અને કડક દેખરેખ રાખવા જણાવાયું છે. પત્રમાં જણાવાયા મુજબ, છેલ્લા થોડા મહિનાથી કોરોનાના મામલામાં ઘટાડો થયો છે પરંતુ કોરોના સામે જંગ જીતવા કડક દેખરેખ અને સાવધાની રાખવાની જરૂર છે. એસઓપી અંતર્ગત આવતી તમામ ગતિવિધિનું કડક પાલન કરાવવું જોઈએ. અજય ભલ્લાએ પત્રમાં લખ્યું છે, હું તમામ રાજ્યોને ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરાવવા અપીલ કરું છું.
વધુ વાંચો





















