શોધખોળ કરો
Advertisement
દેશમાં જીવલણ થયો કોરોના, પાંચ હજારથી વધુ લોકોના લીધા જીવ, કેસોમાં નોંધાયો રેકોર્ડ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, અત્યાર સુધી 1 લાખ 82 હજાર 143 કેસો નોંધાઇ ચૂક્યા છે. વળી 5164 લોકોના મોત થયા છે. 86 હજાર 984 લોકો ઠીક પણ થયા છે. ભારત દુનિયામાં આ મહામરીથી અત્યાર સુધી ખરાબ રીતે પ્રભાવિત નવમો દેશ છે
નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસે છેલ્લા 24 કલાકમાં કેર વર્તાવ્યો છે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 193 લોકોના મોત થયા છે. આની સાથે દેશમાં મરનારાઓની સંખ્યાનો આંકડો પાંચ હજારને પાર પહોંચી ગયો છે. વળી, છેલ્લા એક દિવસથી સૌથી વધુ 8 હજાર 380 કેસો પણ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, અત્યાર સુધી 1 લાખ 82 હજાર 143 કેસો નોંધાઇ ચૂક્યા છે. વળી 5164 લોકોના મોત થયા છે. 86 હજાર 984 લોકો ઠીક પણ થયા છે. ભારત દુનિયામાં આ મહામરીથી અત્યાર સુધી ખરાબ રીતે પ્રભાવિત નવમો દેશ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસો બેગણા થવાના સમયમાં સુધારો થયો છે, જે હવે 13.3 દિવસથી વધીને 15.4 દિવસ થઇ ગયો છે. વળી, દેશમાં દર્દીઓના સ્વસ્થ થવાનો દર 47.40 ટકા થઇ ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion