શોધખોળ કરો
Advertisement
લોકડાઉનઃ PM મોદીના સંબોધનના ત્રણ કલાક પહેલા સોનિયા ગાંધીનો દેશના નામે મેસેજ
દેશમાં વડાપ્રધાન મોદીએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી જેનો આંજે અંતિમ દિવસ છે અને આજે મધ્યરાત્રીએ લોકડાઉન પૂરું થઈ રહ્યું છે.
નવી દિલ્હીઃ દેશમાં 21 દિવસના લોકડાઉનને આજે છેલ્લો દિવસ છે. કોરોના વાયરસના સંક્રમણે રોકવા માટે 14 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આજે તેનો છેલ્લો દિવસ છે અને એ તે પૂરો થાય એ પહેલા જ પીએમ મોદી આજે દેશને સંબોધિત કરશે. પીએમ મોદી પોતાના નક્કી સમય 10 કલાકે રાષ્ટ્રને સંબોધિત કરશે. જ્યારે પીએમ મોદીના સંબોધનના 3 કલાક પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાનો વીડિયો મેસેજ દેશના નામે જાહેર કર્યો છે.
કોંગ્રેસે પોતાના ટ્વીટર હેન્ડલ પર સોનિયા ગાંધીનું દેશના નામે સંબોધન ટ્વીટ કર્યું. વીડિયો મેસેજ દ્વારા સોનિયા ગાંધીએ દેશના લોકોને કોરોના વાયરસ સામે જંગમાં ધીરજ રાખવા માટે આભાર માન્યો. સોનિયાએ પોતાના વીડિયો મેસેજમાં કહ્યું કે, સંકટના સમયે દેશના લોકો ધીરજ અને શાંતી જાળવી રાખવા માટે હું લોકોનો આભાર માનું છું. તેમણે લોકોને કોરોના વાયરસને લઈને સાવચાતી રાખવાની અપીલ કરી. જ્યારે કોરોનાના જંગમાં સૌથી આગળ એવા ડોક્ટર્સ, સ્વાસ્થ્યકર્મી, નર્સ, સફાઈકર્મી, પોલીસની સાથે સાથે તમામ કોરોના ફાઈટર્સના વખાણ પણ કર્યા. તેમણે કહ્યું કે, મુશ્કેલ સમયમાં કોંગ્રેસ દેશના લોકોની સાથે ઉભી છે. કોંગ્રેસનો દરેક કાર્યકર્તા દેશવાસીઓની મદદ માટે તૈયાર છે.
મહત્વનું છે કે, દેશમાં વડાપ્રધાન મોદીએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી જેનો આંજે અંતિમ દિવસ છે અને આજે મધ્યરાત્રીએ લોકડાઉન પૂરું થઈ રહ્યું છે. જોકે, આ લોકડાઉનને આગળ લંબાવવામાં આવશે કે તેમાં કેટલાક સુધારા વધારા કરવામાં આવશે તે અંગે આજે મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. ગઈકાલે અમદાવાદની મુલાકાત લેવા ગયેલા રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ કહ્યું હતું કે, લોકડાઉન અંગે 14મીએ નિર્ણય લેવામાં આવશે.कांग्रेस अध्यक्षा श्रीमती सोनिया गांधी का देश के नाम संदेश:- कोरोना संकट में डॉक्टर्स, सफाईकर्मियों, पुलिस सहित सरकारी अधिकारियों के डटे रहने से बड़ी "देशभक्ति" कोई नहीं है। हम एकता, अनुशासन और आत्मबल के भाव से कोरोना को परास्त करेंगे। धैर्य एवं संयम के लिए देशवासियों का धन्यवाद। pic.twitter.com/Sl4zkKURTv
— Congress (@INCIndia) April 14, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement