શોધખોળ કરો
લગ્નમાં કેટલા લોકો રહી શકશે હાજર ? ગૃહ મંત્રાલયે ઓફિસોને લઈ શું કહ્યું, જાણો વિગતે
સોશિયલ ડિસ્ટેંસિંગ જાળવી રાખવા માટે લગ્ન જેવા કાર્યમાં 50થી વધારે લોકો ભેગા થવાની મંજૂરી નથી.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ અને લોકડાઉનની સ્થિતિને આજે સ્વાસ્થ્ય અને ગૃહમંત્રાલયની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. સ્વાસ્થ્ય મંત્રાવલયે કહ્યું, સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવશે. તેમને લાવવાની પ્રક્રિયા 7મેથી શરૂ થશે. વિદેશથી આવેલા આ લોકોને 14 દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિન પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું, જે ઓફિસો કાર્યરત છે તેણે કર્મચારીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવું જોઈએ. ઓફિસમાં માસ્ક અને સેનિટાઇઝરોની પૂરતી ઉપલબ્ધતાની ખાતરી કરવી આવશ્યક છે. સામાજિક અંતરનાં ધોરણોનું પાલન કરવું આવશ્યક છે. બે શિફ્ટની વચ્ચે ગેપ રાખવો જરૂરી રહેશે. તમામ કર્મચારીઓ લંચ બ્રેક એક સાથે નહીં પરંતુ અલગ-અલગ ટાઈમ પર હશે. કર્મચારીઓએ આરોગ્ય સેતુ એપ્લિકેશન પર નોંધણી કરાવવી જ જોઇએ. આ ઉપરાંત તેમણે કહ્યું, સોશિયલ ડિસ્ટેંસિંગ જાળવી રાખવા માટે લગ્ન જેવા કાર્યમાં 50થી વધારે લોકો ભેગા થવાની મંજૂરી નથી. આ ઉપરાંત મૃતકના અંતિમ સંસ્કારમાં 20થી વધારે લોકો ભેગા થવાની મંજૂરી નથી.
વધુ વાંચો





















