શોધખોળ કરો
Advertisement
કોરોનાના કહેરની વચ્ચે બંગાળ બાદ આ રાજ્યમાં લોકડાઉન 31 જુલાઈ સુધી આગળ વધારવામાં આવ્યું, જાણો વિગતે
ઝારખંડમાં અત્યાર સુધી 2 હજારથી વધારે સંક્રમિત કેસ આવ્યા છે. અત્યાર સુધી અહીંથી 2262 કોરોનાના કેસ સામે આવ્યા છે.
રાંચીઃ ઝારખંડ સરકારે રાજ્યમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખતા રાજ્યમાં લોકડાઉન 31 જુલાઈ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. જોકે, લોકડાઉનના નિયમોનું કડકાઈથી પાલન કરવાનું રહેશે. હાલમાં લોકડાઉનનો ગાળો 30 જૂને પુરો થઈ રહ્યો હતો.
રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડીને શુક્રવારે કહ્યું કે, ઉચ્ચસ્તરીય બેઠક બાદ કોવિડ-19 કેસની રાજ્યસ્તરીય કાર્યકારિણી સમિતિના અધ્યક્ષ અને ઝારખંડના મુખ્ય સચિવ સુખદેવ સિંહે આજે અહિં નિર્દેશ આપ્યા હતા. આ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં 31 જુલાઈ સુધી લોકડાઉન વધાર્યું હતું.
જ્યારે પ્રથમ નિર્ણય અનુસાર રાજ્યમાં મંદિર, મસ્જિદ, ગિરિજાઘર સહિત તમામ ધાર્મિક સ્થળષ શિક્ષણ સંસ્થાઓ, સિનેમાહોલ, મોલ, સલૂન, સ્પા, હોટલ, રેસ્ટોરન્ટ, ધર્મશાળા, બાર, આંતરરજ્ય બસ સેવા, સ્વીમિંગ પૂલ, ઇન્ટરટેનમેન્ટ પાર્ક, જિમ, કોચિંગ સંસ્થા બંધ રહેશે અને લોકડાઉનના નિયમોનું કડકાઈથી પાલન કરવાનું રહેશે.
જણાવીએ કે, ઝારખંડમાં અત્યાર સુધી 2 હજારથી વધારે સંક્રમિત કેસ આવ્યા છે. અત્યાર સુધી અહીંથી 2262 કોરોનાના કેસ સામે આવ્યા છે. જેમાંથી અત્યાર સુધી 12 લોકોના મોત કોરોનાને કારણે થયા છે. જ્યારે રાહતની વાત એ છે કે, અત્યાર સુધીમાં 1605 લોકો સાજા થઈને ઘરે ગયા છે. હાલમાં 645 લોકો સારવાર હેઠળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement