શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં ફરીથી બેકાબુ થયો કોરોના, 24 કલાકમાં નોંધયા આટલા હજાર કેસ, જાણો વિગતે
રિપોર્ટ પ્રમાણે, છેલ્લા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 8,293 નવા કેસો સામે આવ્યા છે. આ પછી અહીં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા વધીને 21 લાખ 55 હજાર 70 થઇ ગઇ છે
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ હોય એવુ લાગી રહ્યું છે. દેશના મોટા રાજ્ય મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે. બેકાબુ થતાં 24 કલાકમાં નવા કેસોની સંખ્યામાં તાબડતોડ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 8થી વધુ નવા કેસો નોંધાતા રાજ્યમાં હડકંપ મચી ગયો છે.
રિપોર્ટ પ્રમાણે, છેલ્લા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 8,293 નવા કેસો સામે આવ્યા છે. આ પછી અહીં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા વધીને 21 લાખ 55 હજાર 70 થઇ ગઇ છે.
રાજ્યમાં અત્યાર સુધી કુલ એક્ટિવ કોરોનાના કેસોની સંખ્યા વધીને 77,008 થઇ ગઇ છે. આની સાથે જ 62 નવા મોતના આંકડા નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ મોતનો આંકડો 52 હજાર 154 થઇ ગઇ છે.
મહારાષ્ટ્રમાં બેકાબુ થઇ કોરોનાની સ્પીડ....
શનિવારે થોડોક ઘટાડો થયા બાદ મુંબઇમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. રવિવારે 1,051 નવા કેસો સામે આવ્યા. શનિવારે આવેલા કોરોનાના 8623 કેસોની સરખામણીમાં થોડોક ઘટાડો આવ્યો છે. હાલના તાજા આંકડા પ્રમાણે 8293 ના કેસો નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion