શોધખોળ કરો
Coronavirus: મહારાષ્ટ્રમાં આજે 10 હજારથી વધુ નવા કેસ નોંધાયા, 265 લોકોએ દમ તોડ્યો
મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. અહીં કુલ સંક્રમિતોની સંખ્યા 4,22,118 થઈ છે અને મૃત્યુઆંક વધીને 14,994 પર પહોંચી ગયો છે.

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત છે. આજે વધુ 10,320 નવા કેસ સામે આવ્યા છે જ્યારે વધુ 265 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 4,22,118 થઈ છે અને મૃત્યુઆંક વધીને 14,994 પર પહોંચી ગયો છે. મહારાષ્ટ્ર દેશનું કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં હાલ 1,50,662 એક્ટિવ કેસ છે જેની સારવાર ચાલી રહી છે.અત્યાર સુધી 2,56,158 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં રિકવરી રેટ 60.68 ટકા છે. જ્યારે ડેથ રેટ 3.55 ટકા છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં 21,30,098 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ વાંચો






















