શોધખોળ કરો
મોદી સરકારના વધુ એક મંત્રી થયા કોરોનાથી સંક્રમિત, ગુજરાત પેટા ચૂંટણીમાં આવ્યા હતા પ્રચારમાં, જાણો વિગત
આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, અર્જુન મેઘવાલ પણ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.
નવી દિલ્હીઃ મોદી સરકારના વધુ એક મંત્રી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે ખુદ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી. થોડા દિવસ પહેલા તેઓ ગુજરાતમાં પેટા ચૂંટણીના પ્રચાર માટે આવ્યા હતા અને મોરબી, વડોદરા, લીંબડી, બોટાદમાં સભાને સંબોધન કરવાની સાથે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.
સ્મૃતિ ઇરાનીએ ટ્વિટ કરીને લખ્યું, મારો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યો હોય તેમને તપાસ કરાવી લેવા વિનંતી છે. આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, અર્જુન મેઘવાલ પણ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,893 નવા કેસ અને 508 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 79,90,322 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1,20,010 થયો છે. દેશમાં હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા 6,10,803 છે અને 72,59,439 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
બેન સ્ટોક્સની પત્નીને લઇ માર્લન સેમ્યુઅલ્સે કરી ગંદી સોશિયલ મીડિયા પોસ્ટ, શેન વોર્ને લઇ લીધો ઉધડો ને કહી આ મોટી વાત
Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે 980 નવા કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 1.70 લાખ, મૃત્યુઆંક 3700ને પાર
સી પ્લેનના ભાડામાં તોતિંગ ઘટાડોઃ હવે કેટલા રૂપિયામાં કરી શકાશે બંને તરફની મુસાફરી?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement