શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે 980 નવા કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 1.70 લાખ, મૃત્યુઆંક 3700ને પાર
Gujarat Corona Cases 28 October 2020: રાજ્યમાં હાલ 13,354 એક્ટિવ કેસ છે, જ્યારે 1,52,995 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
ગાંધીનગરઃ કોરોના વાયરસના આજે રાજ્યમાં 980 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3704 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13,354 એક્ટિવ કેસ છે, જ્યારે 1,52,995 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 63 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,70,053 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટમાં 1, સુરતમાં 1, સુરત કોર્પોરેશનમાં મળી કુલ 6 લોકોનાં કરૂણ મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 163, અમદાવાદ કોર્પોરેશનમાં 161, વડોદરા કોર્પોરેશનમાં 74, સુરતમાં 64, રાજકોટ કોર્પોરેશનમાં 53, વડોદરામાં 39, મહેસાણામાં 38, બનાસકાંઠામાં 32, અમદાવાદમાં 25, અમરેલી-ગાંધીનગર કોર્પોરેશન-જાનગર કોર્પોરેશનમાં 20-20, ગાંધીનગરમાં 19, પાટણમાં 18, સાબરકાંઠામાં 17, સુરેન્દ્રનગરમાં 16, ભરૂચ-પંચમહાલમાં 15-15 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1107 દર્દી સાજા થયા હતા અને 51,912 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 58,97,627 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.97 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,17,506 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,17,299 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 207 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
બિહારમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલી બોલિવૂડની આ જાણીતી એક્ટ્રેસે કહ્યું- મને ધમકાવવામાં આવી, મારા પર દુષ્કર્મ થઈ શકતું હતું
સી પ્લેનના ભાડામાં તોતિંગ ઘટાડોઃ હવે કેટલા રૂપિયામાં કરી શકાશે બંને તરફની મુસાફરી?
આગામી મહિનાથી બેંકમાં રૂપિયા જમા કરાવવા અને ઉપાડવાનો પણ આપવો પડશે ચાર્જ, જાણો વિગત
દેશના આ રાજ્યમાં કોરોનાથી થયું પ્રથમ મોત, જાણો કેટલા દિવસથી ચાલતી હતી સારવાર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion