શોધખોળ કરો
Advertisement
Coronavirus: દેશમાં 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ 15,968 મામલા, સંક્રમિતોની સંખ્યા 4.56 લાખને પાર
સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 1,39,010 પર પહોંચી છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના આશરે 16 હજાર નવા કેસ નોંધાયા છે અને 465 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 15,968 નવા મામલા સામે આવ્યા છે. તાજા આંકડા પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં 4,56,183 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 14,476 લોકોના મોત થયા છે. 2,58,685 લોકો ઠીક થઈ ગયા છે અને 1,83,022 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત મહારાષ્ટ્રમાં 6531, ગુજરાતમાં 1710, દિલ્હીમાં 2301, મધ્યપ્રદેશમાં 525, આંધ્રપ્રદેશમાં 119, આસામમાં 9, બિહારમાં 56, ચંદીગઢમાં 6, છત્તીસગઢમાં 12, હરિયાણામાં 178, હિમાચલ પ્રદેશમાં 8, જમ્મુ-કાશ્મીરમાં 87, ઝારખંડમાં 11, કર્ણાટકમાં 150, કેરળમાં 22, મેઘાલયમાં 1, ઓડિશામાં 17, પુડ્ડુચેરીમાં 9, પંજાબમાં 105, રાજસ્થાનમાં 365, તમિલનાડુમાં 833, તેલંગાણામાં 220, ઉત્તરાખંડમાં 30, ઉત્તરપ્રદેશમાં 588 અને પશ્ચિમ બંગાળમાં 580 લોકોના મોત થયા છે. સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 1,39,010 પર પહોંચી છે. તમિલનાડુમાં 64,603, દિલ્હીમાં 66,602, ગુજરાતમાં 28,371, રાજસ્થાનમાં 15,627, મધ્યપ્રદેશમાં 12,261, ઉત્તરપ્રદેશમાં 18,893, આંધ્રપ્રદેશમાં 10,002, આસામ 5831, બિહાર 8153, પંજાબમાં 4397, તેલંગાણામાં 9553, ઓડિશા 5470, પશ્ચિમ બંગાળમાં 14,728 સંક્રમિતો નોંધાયા છે. કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ચોથો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ, રશિયા બાદ ભારતનો નંબર છે. અમેરિકામાં 24,24,144, બ્રાઝિલમાં 11,51,479 અને રશિયામાં 5,99,705 સંક્રમિતો છે. ભારતમાં અમેરિકા અને બ્રાઝિલ બાદ એક દિવસમાં સૌથી વધારે મામલા નોંધાઈ રહ્યા છે.465 deaths and highest single-day spike of 15968 new #COVID19 positive cases reported in India in last 24 hrs.
Positive cases in India stand at 456183 including 183022 active cases, 258685 cured/discharged/migrated & 14476 deaths: Ministry of Health pic.twitter.com/ubjIQ9ThvW — ANI (@ANI) June 24, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement