શોધખોળ કરો
Coronavirus: દેશમાં સંક્રમિતોની સંખ્યા 40 હજાર નજીક પહોંચી, 1300થી વધુ લોકોના મોત, જાણો કયા રાજ્યમાં કેટલા થયા મોત
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 39,980 પર પહોંચી છે. 1301 લોકોના મોત થયા છે.
![Coronavirus: દેશમાં સંક્રમિતોની સંખ્યા 40 હજાર નજીક પહોંચી, 1300થી વધુ લોકોના મોત, જાણો કયા રાજ્યમાં કેટલા થયા મોત Coronavirus Pandemic: Total number of Covid 19 positive cases in India rises to 39980 and death toll 1300 Coronavirus: દેશમાં સંક્રમિતોની સંખ્યા 40 હજાર નજીક પહોંચી, 1300થી વધુ લોકોના મોત, જાણો કયા રાજ્યમાં કેટલા થયા મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/03153016/corona3.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 1300ને પાર કરી ગઈ છે, જ્યારે સંક્રમિતોની સંખ્યા 40 હજારની નજીક છે. છેલ્લા 24 કલાકમાં 83 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 39,980 પર પહોંચી છે. 1301 લોકોના મોત થયા છે અને 10,633 લોકો સાજા થઈ ગયા છે. હાલ 28,046 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત
મહારાષ્ટ્રમાં 521, ગુજરાતમાં 262, મધ્યપ્રદેશમાં 151, દિલ્હીમાં 64, આંધ્રપ્રદેશમાં 33, આસામમાં 1, બિહારમાં 4, હરિયાણામાં 4, હિમાચલ પ્રદેશમાં 1, જમ્મુ-કાશ્મીરમાં 8, ઝારખંડમાં 3, કર્ણાટકમાં 25, કેરળમાં 4, મેઘાલયમાં 1, ઓડિશામાં 1, પંજાબમાં 20, રાજસ્થાનમાં 65, તમિલનાડુમાં 29, તેલંગાણામાં 28, ઉત્તરપ્રદેશમાં 43 અને પશ્ચિમ બંગાળમાં 33 લોકોના મોત થયા છે.
સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 12,296 પર પહોંચી છે. ગુજરાતમાં 5054, દિલ્હીમાં 4122, મધ્યપ્રદેશમાં 2846, રાજસ્થાનમાં 2770, તમિલનાડુમાં 2757, ઉત્તરપ્રદેશમાં 2487, આંધ્રપ્રદેશમાં 1525, તેલંગાણામાં 1063, પશ્ચિમ બંગાળમાં 922 સંક્રમિતો નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)