શોધખોળ કરો
Advertisement
કોરોનાની બીજી લહેરમાં રાજ્યોએ પ્રતિબંધ લગાવાવના શરૂ કર્યા, જાણો- ક્યા શહેરમાં લાગ્યું કર્ફ્યુ, ક્યાં સ્કૂલ થઈ બંધ
ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખતા સરકારે શુક્રવાર રાત્રે 9 કલાકથી સોમવાર સવારે 6 કલાક એમ 57 કલાકનું કર્ફ્યુ લગાવ્યું છે.
નવી દિલ્હીઃ દેશમાં દિવાળી બાદ કોરોના સંકટ ફી એક વખત ફેલાઈ રહ્યું છે. સંક્રમણના વધતા કેસને જોતા રાજ્યોએ પ્રતિબંધ લગાવવાના શરૂ કર્યા છે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા તો મધ્ય પ્રદેશમાં પાંચ શહેરમાં નાઈટ કર્ફ્યુ લગાવાવની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે કેટલાક રાજ્યમાં સ્કૂલ અને બજાર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં 57 કલાકનું કર્ફ્યુ
ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખતા સરકારે શુક્રવાર રાત્રે 9 કલાકથી સોમવાર સવારે 6 કલાક એમ 57 કલાકનું કર્ફ્યુ લગાવ્યું છે. જોકે સરકારે રાજ્યમાં કોઈપણ જાતના લોકડાઉન લગાવાવની વાતને ફગાવી દીધી છે. ઉપરાંત ગુજરાતના અન્ય મુખ્ય શહેરો, રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત પણ કરવામાં આવી છે.
મધ્ય પ્રદેશના પાંચ જિલ્લામાં આજ રાતથી કર્ફ્યુ
મધ્ય પ્રદેશના પાંજ જિલ્લામાં કોરોના કેસ વધવાની સાથે જ રાત્રિ કર્ફ્યુ લાગુ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ રાત્રિ કર્ફ્યુ શનિવાર રાત સુધી લાગુ રહેશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શુક્રવારે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રી ચૌહાણે જણાવ્યું કે, રાજ્યના પાંચ જિલ્લા ભોપાલ, ઇન્દોર, વિદિશા, રતલામ અને ગ્વાલિયરમાં શનિવાર રાત્રે 10 કલાકથી સવારે છ કલાક સુથી રાત્રિ કર્ફ્યુ રહેશે. રાજ્યમાં સ્કૂલ અને કોલેજ બંધ રાખવામાં આવશે. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે સ્કૂલ જઈ શકશે.
હરિયાણા અને મુંબઈમાં સ્કૂલ બંધ
હરિયાણા સરકારે વિતેલા મહિનામાં સ્કૂલ ખોલવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હરિાયમાં અનેક સ્કૂલોમાં કોરોના વિસ્ફોટ બાદ રાજ્ય સરકારે 30 નવેમ્બર સુધી સ્કૂલો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય રાજ્ય સરકારે સ્કૂલોમાં વધતા કોરોના વાયરસના કેસને લઈને કર્યો છે. શિક્ષણ વિભાગે આ સંદર્શે નિર્દેશ બહાર પાડ્યા છે. હરિયાણામાં હાલમાં જ 300થી વધારે વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત મળી આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement