શોધખોળ કરો
Advertisement
કોરોનાનો કહેરઃ દેશમાં 1000ને પાર થયો મોતનો આંકડો, સંક્રમિતોની સંખ્યા 31,332 પર પહોંચી
દેશમાં અત્યાર સુધીમાં સાજા થનારા લોકોની સંખ્યા કુલ સંક્રમિતોની સંખ્યાના 23.3 ટકા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 31 હજારને પાર કરી ગઈ છે અને દિવસેને દિવસે તેમાં વધારો થઈ રહ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં 31,322 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે, જ્યારે 1007 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 7,696 લોકો સ્વસ્થ થઈ ગયા છે.
કયા રાજ્યમાં કેટલા થયા મોત
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં 400, ગુજરાતમાં 181, મધ્યપ્રદેશમાં 120, દિલ્હીમાં 54, તમિલનાડુમાં 25, તેલંગાણામાં 26, આંધ્રપ્રદેશમાં 31, કર્ણાટકમાં 20, ઉત્તરપ્રદેશમાં 34, પંજાબમાં 19, પશ્ચિમ બંગાળમાં 22, રાજસ્થાનમાં 51, જમ્મુ-કાશ્મીરમાં 8, હરિયાણામાં 3, કેરળમાં 4, ઝારખંડમાં 3, બિહારમાં 2, આસામ, હિમાચલપ્રદેશ, મેઘાલય અને ઓડિશામાં એક-એક મોત થયા છે.
દેશમાં અત્યાર સુધીમાં સાજા થનારા લોકોની સંખ્યા કુલ સંક્રમિતોની સંખ્યાના 23.3 ટકા છે. લોકડાઉન પહેલા દર્દીઓની સંખ્યા બમણી થવામાં ત્રણ દિવસનો સમય લાગતો હતો, પરંતુ હવે આ દર વધીને દસ દિવસ થઈ ગયો છે.Total number of #COVID19 positive cases in India rises to 31332 including 1007 deaths, 7695 cured/discharged and 1 migrated: Union Ministry of Health and Family Welfare pic.twitter.com/l0hNa3GIPp
— ANI (@ANI) April 29, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
આરોગ્ય
Advertisement