(Source: ECI/ABP News/ABP Majha)
India Coronavirus Updates: દેશમાં કોરોના સંકટ યથાવત, 24 કલાકમાં નવા 36 હજાર કેસ નોંધાયા, 493ના મોત
ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દરરોજ 40 હજાર નજીક નવા કેસ નોંધાઇ રહ્યા છે. રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં 36,083 નવા કોરોનાના કેસ નોંધાયા છે
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દરરોજ 40 હજાર નજીક નવા કેસ નોંધાઇ રહ્યા છે. રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં 36,083 નવા કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 493 લોકોએ જીવ ગુમાવ્યો હતો. એક દિવસ અગાઉ દેશમાં 38,667 કેસ નોંધાયા હતા. જ્યારે દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 37,927 લોકો કોરોનાથી સ્વસ્થ થયા હતા એટલે કે ગઇકાલે 2337 એક્ટિવ કેસ ઓછા થયા હતા.
કોરોના મહામારીની શરૂઆતથી લઇને અત્યાર સુધી કુલ ત્રણ કરોડ 21 લાખ 92 હજાર લોકો સંક્રમિત થયા છે. જેમાંથી ચાર લાખ 31 હજાર 225 લોકોના મોત થઇ ચૂક્યા છે. સારી વાત એ રહી હતી કે અત્યાર સુધી ત્રણ કરોડ 13 લાખ 76 હજાર લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા હવે ચાર લાખથી ઓછી થઇ ગઇ છે. દેશમાં હાલમાં 3 લાખ 85 હજાર કોરોના ગ્રસ્ત લોકોની સારવાર ચાલી રહી છે.
કોરોનાના કુલ કેસ - ત્રણ કરોડ 21 લાખ 92 હજાર 576
કુલ ડિસ્ચાર્જ - ત્રણ કરોડ 13 લાખ 76 હજાર 15
કુલ એક્ટિવ કેસ - ત્રણ લાખ 85 હજાર 336
કુલ મૃત્યુ - ચાર લાખ 31 હજાર 225
કુલ રસીકરણ - 54 કરોડ 38 લાખ 46 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા
કેરલમાં શનિવારે કોરોનાના 1,39,223 સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 19,451 લોકો પોઝિટીવ આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 105 લોકોના મોત થયા હતા. આ સાથે રાજ્યમાં કુલ મોતનો આંકડો 18,499 સુધી પહોંચી ગયો છે.
54 કરોડથી વધુ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર 14 ઓગસ્ટ સુધીમાં દેશભરમાં 54 કરોડ 38 લાખ 46 હજાર કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. છેલ્લા એક દિવસમાં 73.50 લાખ ડોઝ આપવામાં આવ્યા. આઇસીએમઆરના મતે અત્યાર સુધીમાં દેશમાં 49 કરોડ 36 લાખ કોરોના ટેસ્ટ થઇ ચૂક્યા છે. છેલ્લા એક દિવસમાં લગભગ 19.23 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી પોઝિટીવિટીનો રેટ 3 ટકાથી ઓછો છે