શોધખોળ કરો
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6387 દર્દીઓ નોંધાયા, 170 લોકોએ ગુમાવ્યો જીવ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, અત્યાર સુધી 4387 લોકોના મોત થઇ ચૂક્યા છે, વળી 64 હજાર 426 લોકો સાજા થઇને ઘરે પહોંચ્યા છે

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર યથાવત છે, દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 6387 નવા કેસો નોંધાયા છે, અને 170 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, અત્યાર સુધી 4387 લોકોના મોત થઇ ચૂક્યા છે, વળી 64 હજાર 426 લોકો સાજા થઇને ઘરે પહોંચ્યા છે. કોરોનાના વધતા કેસોને લઇને કેન્દ્ર સરકાર સતર્ક છે, કેન્દ્ર સરકાર અને સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં હાલત ઠીક છે, અને બાકી દેશોની સરખામણીમાં ભારતની સ્થિતિ સારી છે. મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર ભારતમા રિક્વરી રેટ એટલે સંક્રમણથી સાજા થનારાની સંખ્યા વધી રહી છે. વળી મૃત્યુદર પણ સતત ઓછો થઇ રહ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે રિક્વરી રેટ 41.60% છે, માર્ચમાં રિક્વરી રેટ 7.1% હતો, તે ધીમે ધીમે ઠીક થયો છે. 2.87% મૃત્યુદર છે. આ દુનિયામાં બહુ જ ઓછો છે. ભારતમાં પ્રતિ લાખ મૃત્યુનો આંકડો 0.3% છે. ભારતમાં મૃત્યુદર ઓછો કરવામાં લૉકડાઉનની ભૂમિકા મહત્વની રહી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે રિક્વરી રેટ 41.60% છે, માર્ચમાં રિક્વરી રેટ 7.1% હતો, તે ધીમે ધીમે ઠીક થયો છે. 2.87% મૃત્યુદર છે. આ દુનિયામાં બહુ જ ઓછો છે. ભારતમાં પ્રતિ લાખ મૃત્યુનો આંકડો 0.3% છે. ભારતમાં મૃત્યુદર ઓછો કરવામાં લૉકડાઉનની ભૂમિકા મહત્વની રહી છે. વધુ વાંચો




















