શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના વાયરસની અસર તમારા ખિસ્સા પર પણ પડશે, જાણો શું સસ્તુ થયું અને શું મોઘું થયું.....
આ વર્ષની શરૂઆતના ત્રણ મહિનામાં સોનું પ્રતિ 10 ગ્રામ 4630 રૂપિયા મોંઘું થઈ ગયું છે.
નવી દિલ્હીઃ જાનલેવા કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં હાહાકર મચી ગયો છે અને તેની અસર માર્કેટ પર પણ જોવા મળી રહી છે. શેર બજાર સતત નીચે ગબડી રહ્યું છે. શેર બજાર જ નહીં લોકોના ખિસ્સા પર પણ હવે કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. જાણો કોરોના વાયરસને કારણે શું મોંઘું થયું અને શું સસ્તું થયું.
શું મોંઘું થયું?
- આ વર્ષની શરૂઆતના ત્રણ મહિનામાં સોનું પ્રતિ 10 ગ્રામ 4630 રૂપિયા મોંઘું થઈ ગયું છે.
- કોરોનાથી બચવા માટે લોકો માસ્ક ખરીદી રહ્યા છે. માસ્ક 3 ગણાં મોંઘા થઈ ગયા છે. એટલે કે 150 રૂપિયાવાળું માસ્ક 700 રૂપિયામાં મળી રહ્યું છે.
- 70 રૂપિયાનું સેનિટાઈઝર 225 રૂપિયે વેચાઈ રહ્યું છે.
- 9-10 હજાર રૂપિયાવાળા શાઓમી કંપનીનો મોબાઈલ 10-11 હજાર રૂપિયાનો થઈ ગયો છે.
- એસી 5 ટકા, ફ્રિઝ 6 ટકા, માઈક્રોવેવ 4 ટકા, વોશિંગ મશીન 5 ટકા મોંઘા થઈ ગયા છે.
- આ વર્ષે પેટ્રોલ અત્યાર સુધીમાં 5 રૂપિયા પ્રતિ લિટર સસ્તું થઈ ગયું છે.
- ડીઝલ પણ 68 રૂપિયાથી ઘટી પ્રતિ લિટર 63 રૂપિયા પર આવી ગયું છે.
- 24 કલાકની અંદર બુકિંગ કરાવવા પર ફ્લાઈટ પહેલાની તુલનામાં 30 ટકા સસ્તી થઈ ગઈ છે, કારણ કે લોકો સતત ટિકિટ કેન્સલ કરાવી રહ્યા છે.
- 200 રૂપિયાવાળું ચિકન 100 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યું છે.
- ઈરાનથી લઈને ચીન સુધી ચાની પત્તીની આયાત નથી થઈ રહી. પરિણામે ચા પત્તી 40 ટકા સુધી સસ્તી થઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion