શોધખોળ કરો

ગાળો આપતી હતી પત્ની, ગુજારતી હતી અત્યાચાર, હાઇકોર્ટે કહ્યુ- 'તમે ડિવોર્સ લેવાના હકદાર'

મહિલાની અપીલને ફગાવી દેતા હાઈકોર્ટે કહ્યું હતું  કે ફેમિલી કોર્ટનો નિર્ણય ખોટો નથી

પત્નીના અત્યાચારથી પીડિત પતિનો એક કેસ દિલ્હી હાઈકોર્ટમાં આવ્યો હતો. કેસની સુનાવણી બાદ કોર્ટે ચુકાદો આપ્યો કે દરેક વ્યક્તિને સન્માન સાથે જીવવાનો અધિકાર છે. એટલા માટે પતિનો તલાક લેવાનો નિર્ણય યોગ્ય છે. ફેમિલી કોર્ટના આદેશ બાદ આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ફેમિલી કોર્ટે પતિને પત્નીને તલાક આપવાની મંજૂરી આપી હતી. આ નિર્ણય સામે પત્નીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

મહિલાની અપીલને ફગાવી દેતા હાઈકોર્ટે કહ્યું હતું  કે ફેમિલી કોર્ટનો નિર્ણય ખોટો નથી. ફેમિલી કોર્ટ સાચા તારણ પર આવી છે કે પતિ સાથે ક્રૂરતા આચરવામાં આવી છે. તેને ત્રાસ આપવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું, 'અમે સંતુષ્ટ છીએ કે રેકોર્ડ પર સાબિત થયેલી ક્રૂરતા પૂરતી છે. તેથી ક્રૂરતાના આધારે તલાક આપવાના ચુકાદો યોગ્ય છે. જસ્ટિસ સંજીવ સચદેવા અને વિકાસ મહાજનની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો.

બે ન્યાયાધીશોની બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, તે રેકોર્ડ પર સાબિત થયું છે કે પતિને નિયમિત રીતે માનસિક ત્રાસ, પીડા અને વેદના સહન કરવી પડે છે. આ સ્પષ્ટપણે ક્રૂરતા છે. પતિએ કોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે જ્યારે પણ બંને વચ્ચે ઝઘડો થતો હતો ત્યારે પત્ની વારંવાર અપશબ્દોનો ઉપયોગ કરતી હતી. તેના પર કોર્ટે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. દરેકને સન્માન સાથે જીવવાનો અધિકાર છે.

કેસની સુનાવણી દરમિયાન મહિલાના વકીલે દલીલ કરી હતી કે જ્યારે પતિ સાથે ક્રૂરતા થઈ હતી. આ માટે કોઈ સ્પષ્ટ તારીખોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ કોર્ટે વકીલની આ દલીલને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે આ દલીલનું કોઈ મહત્વ નથી. કારણ કે પતિએ પોતાના પુરાવામાં કહ્યું છે કે જ્યારે પણ બંને વચ્ચે ઝઘડો થતો હતો ત્યારે મહિલા તેની અને તેના પરિવાર વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરતી હતી.

ફેમિલી કોર્ટે જુલાઈ 2022ના રોજ આ મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે પતિ એ સાબિત કરવામાં સફળ રહ્યો છે કે તેની પત્નીનું વર્તન તેના સાસરિયાઓ અને પતિ માટે સારું નથી. મહિલા તેની સાથે સતત ખરાબ વર્તન કરતી હતી. તેના આધારે જ ફેમિલી કોર્ટે પતિને તલાક લેવાની મંજૂરી આપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ

Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ

ABP Premium

વિડિઓઝ

Vapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યોRajkot Accident: રાજકોટમાં બેફામ કન્ટેનરનો કહેર યથાવત. આજી ડેમ ચોકડી નજીક વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોતAhmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવીRajkot Accident: રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, સ્કૂલ બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો

Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પરિવારના કોઇ સભ્યને સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા, જાણો કારણ

Health Tips: શું તમે પણ ડિસ્પોઝેબલ કપમાં ચાની ચૂસકી લો છો? તેની ગંભીર અસર જાણશો તો હોંશ ઉડી જશે

અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો

Embed widget