Covid-19 Variants: વિશ્વમાં કોરોનાના ડેલ્ટા ઉપરાંત આ નવા વેરિયંટ પણ છે મહામારીનું કારણ
ડેલ્ટા ઉપરાંત કોરોનાના બીજા વેરિયંટ પણ ચિંતાનું કારણ બન્યા છે. લેમ્બડા વેરિયંટ ડિસેમ્બરમાં પ્રથમ વખત સામે આવ્યો હતો. શરૂઆતમાં આ વેરિંયંટના મામલા વધ્યા હતા પરંતુ તે બાદ ઘટાડો થયો હતો.
વિશ્વભરમાં કોરોનાના મામલા વધીને 22.24 કરોડ થઈ ગયા છે. આ મહામારીથી મૃતકોની સંખ્યા વધીને 45.9 લાખ પર પહોંચી ગઈ છે. કોરોના સંક્રમણ હજુ પણ ચિંતાનો વિષય છે. કારણકે સતત કોરોનાના નવા વેરિયંટ સામે આવી રહ્યા છે. તેમાં ડેલ્ટા વેરિંયટ સૌથી મુખ્ય છે. કોવિડનો વેરિયંટ બી.1.617.2 કે ડેલ્ટાનો પ્રથણ મામલો 2020માં ભારતમાં સામે આવ્યો હતો અને તે બાદ સમગ્ર વિશ્વમાં પેલાયો હતો.
- ડેલ્ટા ઉપરાંત કોરોનાના બીજા વેરિયંટ પણ ચિંતાનું કારણ બન્યા છે. લેમ્બડા વેરિયંટ ડિસેમ્બરમાં પ્રથમ વખત સામે આવ્યો હતો. શરૂઆતમાં આ વેરિંયંટના મામલા વધ્યા હતા પરંતુ તે બાદ ઘટાડો થયો હતો.
- મ્યૂ વેરિયંટ પ્રથમ વખત જાન્યુઆરીમાં કોલંબિયામાં સામે આવ્યો હતો. ડબલ્યુએચઓ દ્વારા આ સંબંધિત અનેક મ્યૂટેશનના કારણે ઘણા નામ અપાયા છે. જેમકે મ્યૂ ઈ484કે, એન50વાઈ અને ડી16જી.
- દક્ષિણ આફ્રિકા અને અન્ય કેટલાક દેશોમાં મળી આવેલા કોરોના વાયરસનો એક નવો વેરિયંટ સી 1.2 પહેલાના સ્વરૂપોની તુલનામાં વધારે સંક્રામક છે. કોરોના વાયરસના નવા વેરિયંટનો ઉત્પરિવર્તન દર વાયરસના અન્ય સ્વરૂપોની તુલનામાં બેગણો વધારે છે.
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ડેલ્ટા વેરિયંટ પહેલાથી સંક્રમિત લોકોની સીરાની તુલનામાં 5.7 ગણો ઓછો સંવેદનશીલ છે અન આલ્ફા વેરિયંટની તુલનામાં રસી સામે આઠ ગણો ઓછો સંવેદનશીલ છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર તથા વરિષ્ઠ લેખકો પૈકીના એક રવીન્દ્ર ગુપ્તાના કહેવા મુજબ, ભારતમાં 2021માં સંક્રમણની બીજી લહેર દરમિયાન અનેક લોકો ઝપેટમાં આવ્યા હતા. ઓછામાં ઓછા અડધા દર્દીઓ પહેલા જ સંક્રમણના અન્ય સ્વરૂપની ઝપેટમાં આવી ચુક્યા હતા.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 42,263 નવા કેસ નોંધાયા છે અને 338 લોકોના મોત થયા છે. જ્યારે 40,567 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. બુધવારે 37,875 નવા કેસ નોંધાયા હતા અને 369 લોકોના મોત થયા હતા. દેશમાં રિકવરી રેટ 97થી વધારે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 30,196 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 181 લોકોના કોરોનાથી મોત થયા છે અને 27,579 લોકો કોરોના મુક્ત થયા છે. કેરળમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 2,39,480 છે. જ્યારે કુલ 40,21,456 લોકો કોરોનાથી ઠીક થયા છે. કુલ મૃત્યુ આંક 22,001 છે.
કુલ કેસઃ 3 કરોડ 31 લાખ 39 હજાર 981
કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 23 લાખ 4 હજાર 618
કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 93 હજાર 614
કુલ મોતઃ 4 લાખ 41 હજાર 749