શોધખોળ કરો

Centre on COVID-19: કેંદ્ર સરકારનો વેક્સીનને લઈ મહત્વનો નિર્ણય,  દિવ્યાંગ અને અશક્ત લોકોને ઘરે જઈને આપવામાં આવશે રસી

કેંદ્ર સરકારે કોરોના વેક્સિનને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. કેંદ્ર સરકારે કહ્યું કે, દિવ્યાંગ અને અશક્ત લોકોને ઘરે જઈને વેક્સિન આપવામાં આવશે.

કેંદ્ર સરકારે કોરોના વેક્સિનને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. કેંદ્ર સરકારે કહ્યું કે, દિવ્યાંગ અને અશક્ત લોકોને ઘરે જઈને વેક્સિન આપવામાં આવશે. નીતિ આયોગ સ્વાસ્થ્યના સભ્ય ડો. વીકે પોલે જણાવ્યું હતું કે  મને એ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે, દિવ્યાંગ અને અશક્ત લોકોને ઘરે ઘરે જઈને કોરોના વેક્સીનેશન આપવા  સંબંધમાં એડવાયઝરી જાહેર  કરવામાં આવી છે. દિવ્યાંગ અને અશક્ત લોકોને ઘરે ઘરે જઈને ટેસ્ટ કરવા અને વેક્સિન આપવાના સંબંધમાં સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. જેમા દિવ્યાંગો અને અશક્ત લોકોના ઘરે જઈને અથવા નજીકના કેદ્રમાં વેક્સિન આપવાની વ્યવસ્થા કરવાની વાત કહેવામાં આવી છે.

કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે માહિતી આપી કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 31 હજાર કેસ સામે આવ્યા છે. જેમાથી મોટા ભાગના કેરળ અને મહારાષ્ટમાંથી છે. ગયા સપ્તાહેથી કુલ કેસમાંથી 62.73 ટકા એકલા કેરળમાંથી આવ્યા છે.

રાજેશ ભૂષણે કહ્યું કે, જો કે રાહતની વાત એ છે કે, સંક્રમણના કુલ કેસમાં ઘટાડો આવ્યો છે. સતત 12માં સપ્તાહે સાપ્તાહિત સંક્રમણ રેટમાં ઘટાડો આવ્યો છે અને આ 3 ટકાથી ઓછો છે, જ્યારે રિકવરી રેટ 97.8 ટકા છે. તેમણે કહ્યું કે દેશની પુખ્ત વસ્તીના 66 ટકા લોકોને ઓછામાં ઓછો એક રસીનો ડોઝ આપવામાં આવ્યો છે, 23 ટકાને બંને રસીઓ મળી છે. તેમણે કહ્યું કે છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 100% રસીકરણ કરવામાં આવ્યું છે. જેમા લક્ષદ્વીપ, ચંદીગઢ, ગોવા, હિમાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને સિક્કિમનો સમાવેશ થાય છે. આરોગ્ય સચિવે કહ્યું કે તહેવારોને ધ્યાનમાં રાખીને ખાસ સાવચેતી રાખવી જોઈએ.

દેશમાં બે દિવસ બાદ ફરી એક વખત કોરોના કેસમાં વધારો થયો છે..  ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 31,923 નવા કેસ અને 282 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 31,990 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં કોરોના એક્ટિવ કેસ 187 દિવસ બાદ સૌથી ઓછા છે. 

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 19,675 નવા કેસ નોંધાયા હતા અને 142 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.

છેલ્લા સાત દિવસમાં નોંધાયેલા કેસ

16 સપ્ટેમ્બરઃ 30,570
17 સપ્ટેમ્બરઃ34,403
18 સપ્ટેમ્બરઃ 35,662
19 સપ્ટેમ્બરઃ30,773
20 સપ્ટેમ્બરઃ 30,256
21 સપ્ટેમ્બરઃ 26,115
22 સપ્ટેમ્બરઃ 26,964
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 35 લાખ 63 હજાર 421
કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 28 લાખ 15 હજાર 731
કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 01 હજાર 604
કુલ મોતઃ 4 લાખ 46 હજાર 050
દેશમાં કેટલા લોકોને અપાઈ રસી

કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 83,39,90,049 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 71,38,205 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી.   જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
ગોવા-મનાલી નહી હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પ્રથમ પસંદ, OYOના રિપોર્ટમાં થયો ખુલાસો
ગોવા-મનાલી નહી હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પ્રથમ પસંદ, OYOના રિપોર્ટમાં થયો ખુલાસો
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

IPS Promotion News: રાજ્યના 23 IPS અધિકારીઓને મળ્યું પ્રમોશન, કોણ બન્યું DGP?Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
ગોવા-મનાલી નહી હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પ્રથમ પસંદ, OYOના રિપોર્ટમાં થયો ખુલાસો
ગોવા-મનાલી નહી હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પ્રથમ પસંદ, OYOના રિપોર્ટમાં થયો ખુલાસો
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
Bank Account Closed: એક જાન્યુઆરીથી બંધ થઇ જશે આ ત્રણ પ્રકારના બેન્ક એકાઉન્ટ, RBIનો મોટો નિર્ણય
Bank Account Closed: એક જાન્યુઆરીથી બંધ થઇ જશે આ ત્રણ પ્રકારના બેન્ક એકાઉન્ટ, RBIનો મોટો નિર્ણય
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
CBSE: આજથી શરૂ CBSE બોર્ડ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા, જાણો ગાઇડલાઇન્સ
CBSE: આજથી શરૂ CBSE બોર્ડ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા, જાણો ગાઇડલાઇન્સ
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Embed widget