શોધખોળ કરો
Advertisement
Covid-19: દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા, અત્યાર સુધીમાં કુલ કેટલા ટેસ્ટ થયા ? જાણો વિગત
23 મે, 2020ના રોજ સવારે 9 વાગ્યા સુધીમાં દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 28,34,798 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં લોકડાઉન 4માં છૂટછાટ આપ્યા બાદ કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો થયો છે. અત્યાર સુધીમાં સવા લાખથી વધારે ભારતીયો તેની ઝપેટમાં આવી ગયા છે અને 3700થી વધારે લોકોના મોત થયા છે.
આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ, 23 મે, 2020ના રોજ સવારે 9 વાગ્યા સુધીમાં દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 28,34,798 ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,15,364 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના વાયરસથી 1,25,101 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. 3720 લોકોના મોત થયા છે અને 51,783 લોકોના સ્વસ્થ થઈ ગયા છે. દેશમાં કોરોનાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યાર સુધીમાં 44,582 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે.Testing (Molecular based) Update - Total number of samples tested is 28,34,798; number of samples tested in 24 hours is 1,15,364: Indian Council of Medical Research (ICMR) #COVID19 pic.twitter.com/q5YvUurORU
— ANI (@ANI) May 23, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
ટેકનોલોજી
Advertisement