Covid 19: દેશના આ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો , એક દિવસમાં નોંધાયા નવા 125 કેસ
Covid 19 in Karnataka: આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 436 થઈ ગઈ છે
Covid 19 in Karnataka: કર્ણાટકમાં કોવિડ 19ના કેસ સતત વધી રહ્યા છે. સોમવારે (25 ડિસેમ્બર) કોવિડ-19ના 125 નવા કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 436 થઈ ગઈ છે. દરમિયાન કોરોનાના કારણે ત્રણ લોકોના મોત થયા હતા.
કર્ણાટકના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, "છેલ્લા 24 કલાકમાં 30 દર્દીઓને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 3,155 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાં 2,072 RT-PCR અને 1,083 રેપિડ એન્ટિજન ટેસ્ટનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે "તમામ મૃત્યુ પામેલા દર્દીઓએ શ્વાસની તકલીફની ફરિયાદ કરી હતી. હાલમાં 400 લોકો હોમ આઇસોલેશનમાં છે, જ્યારે 36 હોસ્પિટલમાં દાખલ છે."
JN.1 વેરિઅન્ટના 34 કેસ
કર્ણાટકના આરોગ્ય વિભાગે સોમવારે (25 ડિસેમ્બર) જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં COVID-19 વેરિઅન્ટ JN.1 ના 34 કેસ મળી આવ્યા છે. આ પહેલા સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે કહ્યું હતું કે કર્ણાટકમાં અત્યાર સુધીમાં JN.1ના લગભગ 35 કેસ મળી આવ્યા છે. જેમાંથી 34 કેસ જેએન.1 વાયરસના છે. તેમાંથી 20 કેસ એકલા બેંગલુરુ શહેરના છે.
કોવિડ -19 પોઝિટિવ કેસના સેમ્પલનું પુણેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી (NIV) અને બેંગલુરુમાં નેશનલ સેન્ટર ફોર બાયોલોજિકલ સાયન્સ (NCBS) ખાતે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિભાગે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે 192 સેમ્પલ્સમાંથી 60 સેમ્પલના જીનોમ સિક્વન્સ આવ્યા છે. જેમાંથી કુલ 34 કેસ જેએન.1 વેરિઅન્ટના છે. બાકીના પોઝિટિવ કેસના રિઝલ્ટ બુધવાર સુધીમાં આવી શકે છે.
પ્રતિબંધો લગાવવાથી ડર ફેલાઈ શકે છે
પીટીઆઈના જણાવ્યા મુજબ, રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં WHO અને ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે JN.1 ને વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે વર્ગીકૃત કર્યું છે. આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારના પ્રતિબંધ લગાવવાથી લોકોમાં ગભરાટ ફેલાઈ શકે છે. જો કે, રાજ્યમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ટેકનિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
'લોકોએ સાવચેત રહેવું જોઈએ'
લોકોને નાતાલ અને નવા વર્ષની સલામત ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક પહેરવા અને હાથ સાફ કરવા જેવી સાવચેતીઓનું પાલન કરવું જોઈએ.
દરમિયાન, રાજ્ય સરકારની કેબિનેટ પેટા સમિતિ આવતીકાલે રાજ્યમાં કોવિડ -19 પરિસ્થિતિને સંચાલિત કરવા માટેના વધુ પગલાં અંગે ટેકનિકલ સલાહકાર સમિતિ (TAC) દ્વારા કરાયેલી ભલામણોની ચર્ચા કરવા માટે બેઠક કરશે.