શોધખોળ કરો
Advertisement
COVID 19: દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 33610 થઈ, 8373 દર્દી સ્વસ્થ થયા
દેશમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા વધીને 33610 થઈ છે. જેમાંથી 8373 દર્દીઓ સારવાર લઈને સ્વસ્થ થયા છે અને 1075 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા વધીને 33610 થઈ છે. જેમાંથી 8373 દર્દીઓ સારવાર લઈને સ્વસ્થ થયા છે અને 1075 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ આંકડા જાહેર કર્યા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. અહીં 9915 લોકો કોરોનાથી સંક્રમિત છે અને તેમાંથી 432 લોકોના મોત થયા છે અને 1593 દર્દી સ્વસ્થ થયા છે.
આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયેના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે COVID-19ના દર્દીઓ સ્વસ્થ થવાની ટકાવારી 25 ટકા છે. દેશમાં કોવિડ -19 કેસમાં મૃત્યુદર 3.2 ટકા છે. તેમણે જણાવ્યું કે કોરોના કેસ હવે 11 દિવસમાં ડબલ થઈ રહ્યા છે, લોકડાઉન પહેલા 3.4 દિવસમાં થઈ રહ્યા હતા.
આંધ્રપદેશમાં 1043,અંદમાન નિકોબારમાં33,અરૂણાચલ પ્રદેશમાં એક, આસામમાં 42,બિહારમાં 403, ચંડીગઢમાં 56,છત્તીસગઢમાં 38,દિલ્હીમાં 3439,ગોવામાં 7,ગુજરાતમાં 4082,હરિયાણામાં 310,હિમાચલ પ્રદેશમાં 40,જમ્મુ કાશ્મીરમાં 581 કોરોના પોઝિટિવ કેસ છે. ઝારખંડમાં 107,કર્ણાટકમાં 557,કેરળમાં 496,લદાખમાં 22,મધ્યપ્રદેશમાં 2660,મહારાષ્ટ્રમાં 9915,મણિપુરમાં 2,મેધાલયમાં 12,મિઝોરમમાં એક, ઓરિસ્સામાં 128 કેસ છે.
જ્યારે પુડુચેરીમાં 8,પંજાબમાં 357,રાજસ્થાનમાં 2438,તમિલનાડુમાં 2162,તેલંગણામાં 1012,ત્રિપુરામાં 2,ઉત્તરાખંડમાં 55,ઉત્તરપ્રદેશમાં 2203 અને પશ્ચિમ બંગાળમાં 758 દર્દીઓ કોરોના વાયરસથી સંક્રમિત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement