શોધખોળ કરો

કોવિડ એન્ટિવાયરલ દવા મોલનુપીરાવીર ભારતમાં લોંચ, કેટલા રૂપિયામાં મળશે દવા?

કોવિડ એન્ટિવાયરલ દવા મોલુનપીરાવીર ભારતમાં લોંચ કરવામાં આવી છે. આ દવા હળવાથી મધ્યમ લક્ષણો વાળા દર્દીઓને આપવાની રહેશે. આ દવાનો પાંચ દિવસનો કોર્ષ કરવાનો રહેશે.

નવી દિલ્લીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વકરી રહ્યું છે, ત્યારે દેશવાસીઓ માટે કોરોનાને લઈને થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. કોવિડ એન્ટિવાયરલ દવા મોલુનપીરાવીર ભારતમાં લોંચ કરવામાં આવી છે. આ દવા હળવાથી મધ્યમ લક્ષણો વાળા દર્દીઓને આપવાની રહેશે. આ દવાનો પાંચ દિવસનો કોર્ષ કરવાનો રહેશે. આ દવાની કિંમત 1,399 રૂપિયા રાખવામાં આવી છે. 

કોવિડ એન્ટિવાયરલ દવા મોલનુપીરાવીર ભારતમાં લોંચ, કેટલા રૂપિયામાં મળશે દવા?

દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના  58,097 કેસ નોંધાયા હતા, જ્યારે તેની સામે 15,389 રિકવર થયા હતા. તો 534 લોકોના છેલ્લા 24 કલાકમાં મોત થયા હતા. દેશનો દૈનિક પોઝિટીવિટી રેટ 4.18% છે. દેશમાં એક્ટિવ કેસ 2,14,004  એ પહોંચી ગયા છે. જ્યારે ટોટલ  3,43,21,803 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે કુલ  4,82,551 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે  અત્યાર સુધીમાં 147.72 કરોડ વેક્સિન આપવામાં આવી છે. 

દેશમાં ઓમિક્રોનના કુલ 2135 કેસ થયા છે. જ્યારે તેની સામે 828 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર અને દિલ્લીમાં સૌથી વધુ 653 અને 464 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. 

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2265 કેસ નોંધાયા છે.  બીજી તરફ 240  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,19,287  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.85 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 2  મોત થયા છે. આજે 8,73,457  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1290 , સુરત કોર્પોરેશનમાં 415,  વડોદરા   કોર્પોરેશનમાં 86 , આણંદ 70, કચ્છ 37,  રાજકોટ કોર્પોરેશનમાં 36, ખેડા 34, ભરુચ 26, અમદાવાદ 24, મોરબી 24, ગાંધીનગર કોર્પોરેશન 23, રાજકોટ 21, ભાવનગર કોર્પોરેશન 18, નવસારી 18, જામનગર કોર્પોરેશન 16, મહેસાણા 14, પંચમહાલ 14, ગાંધીનગર 12, સુરત 9, વલસાડ 9, જૂનાગઢ કોર્પોરેશન 8, વડોદરા 8, જામનગર 7, બનાસકાંઠા 6, સાબરકાંઠા 6, અરવલ્લી 5, ભાવનગર 4, દેવભૂમિ દ્વારકા 4, જૂનાગઢ 4, મહિસાગર 4, અમરેલી 3, ગીર સોમનાથ 3, તાપી 3,  દાહોદ 2, ડાંગ 1 અને સુરેન્દ્રનગરમાં  1  નવો કેસ નોંધાયો છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 7881  કેસ છે. જે પૈકી 18 વેન્ટીલેટર પર છે, જ્યારે 7863 નાગરિકો સ્ટેબલ છે. 8,19,287 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10125 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે નવસારી 1 અને ભાવનગરમાં 1 મોત થયું છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 24  નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 249 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 8014 લોકોને પ્રથમ અને 36110 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 154685 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 96226 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 8,73,457 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,13,08,830 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.  બોટાદ, છોટા ઉદેપુર,  નર્મદા,  પાટણમાં અને પોરબંદરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર

વિડિઓઝ

Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Embed widget