શોધખોળ કરો
કોરોના વાયરસ: કેરળમાં એક જ દિવસમાં 39 નવા કેસ નોંધાયા
કોરોના વાયરસના કારણે કેરળમાં એક દિવસમાં 39 કેસ સામે આવ્યા છે. જેમાં કાસરગોડ જિલ્લામાં 34 નવા કેસ આવ્યા છે.

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં લોકડાઉનનો ત્રીજો દિવસ છે. કોરોના વાયરસના કારણે દેશમાં કુલ મૃત્યુઆંક 17 થયો છે. સમગ્ર દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 863 થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ 17 લોકોના મોત થયા છે. દેશમાં સૌથી વધુ કેરળમાં 176 દર્દીઓ નોંધાયા છે.
કોરોના વાયરસના કારણે કેરળમાં એક દિવસમાં 39 કેસ સામે આવ્યા છે. જેમાં કાસરગોડ જિલ્લામાં 34 નવા કેસ આવ્યા છે. જ્યારે ત્રિસુર અને કોઝિકુડમાં એક એક જ્યારે કાસરગોડમાં 2 નવા મામલા સામે આવ્યા છે. આમ આવી રીતે રાજ્યમાં કોરોના પીડિતની સંખ્યા 164 થઈ છે. જેમની સારવાર હાલમાં ચાલી રહી છે. રાજ્યમાં એક લાખથી પણ વધારે લોકોને ઘરમાં ક્વોરન્ટાઈન કરાઈ રહ્યા છે.
કેરળ બાદ મહારાષ્ટ્રમાં કુલ 147 દર્દીઓ નોંધાયા છે. આ ઉપરાંત કર્ણાટક, તેલંગાણા, ગુજરાત, યુપીમાં, રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણા, તમિલનાડૂ, મધ્યપ્રદેશમાં પણ કેસ નોંધાયા છે.
અલગ- અલગ રાજ્યોમાં દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 40 નવા કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજસ્થાનના ભીલવાડા ખાતે મહાત્મા ગાંધી હોસ્પિટલમાં કોરોનાથી એક દર્દીનુ મોત નિપજ્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
દેશ
દેશ
Advertisement
