શોધખોળ કરો
Advertisement
નોટબંદીથી કોઈ ભ્રષ્ટાચાર ખતમ થવાનો નથી, આ એક મઝાક છે: કેજરીવાલ
નવી દિલ્લી: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, જો કરપ્શન વિરુદ્ધ યોગ્ય કદમ ઉઠાવવામાં આવશે તો સૌથી પહેલા તેમનું સમર્થન કરવા માટે હું સાથ આપીશ.
તેમને કહ્યું, ‘નોટબંદીથી કોઈ કરપ્શન ખતમ થવાનું નથી, આ એક જૂઠાણું છે. કેજરીવાલનું કહેવું છે કે જેની પાસે કાળાનાણું છે તે લાઈનમાં લાગ્યા નથી, પરંતુ જેની પાસે કાળુંનાણું નથી તે લાઈનોમાં લાગેલા છે.’
તેમને કહ્યું કે કાળાધન વાળા પણ બે પ્રકારના લોકો છે. પહેલા બીજેપીવાળા, અને બીજા નૉન બીજેપીવાળા. બીજેપીવાળાને આ નિર્ણય પહેલાથી જણાવી દેવામાં આવ્યો હતો. જેથી અમુકે સ્વિસ બેંકોમાં સોનું, પ્રૉપટીમાં પોતાની પાસે રહેલું કાળાધન લગાવી દીધું હતું. જ્યારે નૉન બીજેપીવાળા કાળાધન વાળાઓને સરકારે કહી દીધું કે 2.5 લાખથી વધારે રૂપિયા જમા ન કરાવતા, તમારા ઘરે અમારા દલાલ આવી રહ્યા છે.
કેજરીવાલનો આરોપ છે કે વેતન આયોગથી એટલા રૂપિયા નથી આવ્યા જેટલી બેંકોમાં ડિપાઝિટ જમા થતી જોવા મળી. ના તો કોઈ ઈકોનૉમીમાં એટલો સુધાર જોવા મળ્યા, જેટલો બેંકોમાં ડિપાઝિટ જમા થતી જોવા મળી. સોનું અને ડૉલર પણ બે નંબરમાં ખરીદવામાં આવી રહ્યા છે.
તેમનું કહેવું છે કે કાળાધનનો એક પણ રૂપિયા વિકાસમાં આવ્યો નથી. અમારી જેટલી ક્ષમતા છે અમે તે હિસાબે તેમનો વિરોધ કરી રહ્યા છીએ. તેમને લોકોને અપીલ કરી હતી કે તેમના વિરોધમાં બધાનો સાથ મળવો જોઈએ. તેમના મતે સરકાર જો આવો કોઈ નિર્ણય લે તો સૌથી પહેલા લોકોને એક- દોઢ મહીનાનો સમય આપવો જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રાઇમ
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion