શોધખોળ કરો
Advertisement
વાવાઝોડા ફોનીએ ધારણ કર્યું વિકરાળ રૂપ, 100થી વધુ ટ્રેનો કરાઇ રદ, સેના એલર્ટ
વાવાઝોડાની અસર ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના ઓછામાં ઓછા 19 જિલ્લા પર પડશે.
ભુવનેશ્વરઃ વાવાઝોડા ફોનીએ વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. ફોની તોફાનના કારણે અત્યાર સુધી 103 ટ્રેન રદ કરવામાં આવી છે. ઓરિસ્સામાં ફોની તોફાનની અસર દેખાવવાની શરુઆત થઈ ગઈ છે. વાવાઝોડાની અસર ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના ઓછામાં ઓછા 19 જિલ્લા પર પડશે. ઉપરાંત સેનાને એલર્ટ રાખવામાં આવી છે. ફોની શુક્રવારે પુરીના દરિયાકાંઠે ત્રાટકી શકે છે.
જે મુખ્ય ટ્રેનો રદ કરવામાં આવી છે તેમનું લિસ્ટ આ પ્રમાણે છે. હાવડા-ચેન્નાઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ, પટના-એરનાકુલમ એક્સપ્રેસ, નવી દિલ્હી-ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસ, હાવડા-હૈદરાબાદ ઇસ્ટ કોસ્ટ એક્સપ્રેસ, ભુવનેશ્વર-રામેશ્વરમ એક્સપ્રેસ.HR Biswas, Director, Met Dept, Bhubaneswar: Today mostly south coastal Odisha & adjoining interior Odisha will receive heavy to very heavy rainfall. Tomorrow all 11 coastal districts along with & adjoining interior districts will receive heavy to very heavy rainfall. #Fani pic.twitter.com/mD0g1hG0WT
— ANI (@ANI) May 2, 2019
વાવાઝોડુ દરિયા કાંઠે ટકરાય તે પહેલા 185 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની સંભાવના છે. ફોની ચક્રવાતને ધ્યાનમાં રાખી ઓડિશાના બધા ડોક્ટર અને હેલ્થ સ્ટાફની રજાઓ રદ કરી દેવામાં આવી છે. આ સિવાય કર્મચારીઓને પણ હેડક્વાર્ટરમાં રિપોર્ટ કરવાનો આદેશ આપ્યો છે. NDRF એ આંધ્રપ્રદેશમાં 12, ઓડિશામાં 28 અને પશ્ચિમ બંગાળમાં 6 ટીમો તૈનાત કરી છે. તેની સાથે જ 32 બોટ ટીમો, ઝાડ કાપવાના આધુનિક મશીનો સહિત કોઇપણ સ્થિતિને પહોંચી વળવા સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.Odisha: People at Puri beach being warned against venturing into the sea as #CycloneFani is expected to make landfall in Puri district tomorrow. pic.twitter.com/HJXGhbFwQl
— ANI (@ANI) May 2, 2019
ઓડિશાના હવામાન વિભાગના ડાયરેક્ટર એચઆર બિસ્વાસે કહ્યું છે કે ચક્રવાતી તોફાન ફોનીનો પ્રભાવ ગત વર્ષે આવેલા તિતલી તોફાનની સરખામણીએ વધારે ગંભીર છે. 2 મે ના રોજ દક્ષિણ તટીય જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય 3 મે ના રોજ બધા તટીય જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યના સીએમ નવિન પટનાયકે આ દરમિયાન લોકોને સર્તક રહેવાની અપીલ કરી છે.Bhubaneswar: Odisha CM Naveen Patnaik reviews preparedness for #CycloneFani. pic.twitter.com/88n8mOrhIE
— ANI (@ANI) May 1, 2019
Bhubaneswar: Teams of Odisha Disaster Rapid Action Force gear up to face cyclonic storm #Fani. The teams left for Bhadrak at 12 pm today. #Odisha pic.twitter.com/wABSVEI9PI
— ANI (@ANI) May 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement