શોધખોળ કરો

Sudden Death Spike: તો શું દેશમાં ટપોટપ થઈ રહેલા મોતનું કારણ COVID-19 તો નથી ને?

DCWના અધ્યક્ષા સ્વાતિ માલિવાલે છેલ્લા કેટલાક સમયથી રહી રહેલા આકસ્મીક મૃત્યુની તપાસ માટે રચાયેલી કોઈ પણ સમિતિની વિગતો માંગી છે. મહિલા આયોગે કહ્યું હતું કે, આ ઘટનાઓએ ગંભીર ચિંતાઓ ઉભી કરી છે.

DCW Notice To Centre : દેશમાં આકસ્મિક મૃત્યુના વધતા જતા કેસોને લઈ સ્વત: સંજ્ઞાન લેતા દિલ્હી કમિશન ફોર વુમન (DCW)એ કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ જારી કરી હતી.  DCWએ આ મૃત્યું કોરોનાના કારણે તો નથી થઈ રહ્યાં ને? તેને લઈને જવાબ માંગ્યો છે. DCWએ આ મામલે તપાસ કરવા એક સમિતિની રચના કરવા પણ ભલામણ કરી છે. 

DCWના અધ્યક્ષા સ્વાતિ માલિવાલે છેલ્લા કેટલાક સમયથી રહી રહેલા આકસ્મીક મૃત્યુની તપાસ માટે રચાયેલી કોઈ પણ સમિતિની વિગતો માંગી છે. મહિલા આયોગે કહ્યું હતું કે, આ ઘટનાઓએ ગંભીર ચિંતાઓ ઉભી કરી છે અને એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ મૃત્યુઓ કોવિડ-19 સાથે સંબંધિત હોઈ શકે છે. કમિશને મીડિયા અહેવાલોને ટાંકીને DCW એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જ લખનૌમાં એક લગ્ન સમારોહમાં એક કન્યાનું અચાનક હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ થયું હતું.

આવી જ રીતે 16 વર્ષના છોકરાનું ક્રિકેટ રમતા રમતા મૃત્યુ થયું હતું. જ્યારે મધ્ય પ્રદેશમાં મંદિરની પરિક્રમા કરતી વખતે પણ એક વ્યક્તિનું અચાનક જ મોત નિપજ્યું હતું. આ સંદર્ભમાં DCW ચેરપર્સન સ્વાતિ માલીવાલે કેન્દ્રના સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશકની સાથો સાથ દિલ્હી સરકારને પણ નોટિસ પાઠવી છે. કમિશને આ મામલે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ને પણ નોટિસ પાઠવી છે.

કામકાજના સ્થળે અચાનક થતા મૃત્યુની તપાસ જરૂરી

નોટિસ દ્વારા DCWએ કહ્યું હતું કે, તેણે આ મૃત્યુની તપાસ માટે સંબંધિત હિતધારકો દ્વારા રચવામાં આવેલી કોઈપણ સમિતિઓની વિગતો માંગી છે. તેમણે આવા મૃત્યુના કારણો વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે જરૂરી પગલાં ભરવાની તેમજ લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે તેવી માંગ કરી છે.

DCWના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે, દેશમાં અચાનક મૃત્યુની કેટલીક કમનસીબ ઘટનાઓ સામે આવી છે. આ પ્રકારની ઘટનાઓના ઘણા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં યુવાન અને વૃદ્ધ લોકો નિયમિત કામકાજ કરતી વખતે અચાનક ઘટનાસ્થળે જ મૃત્યુ પામતા જોઈ શકાય છે. આ પ્રકારે થતા મૃત્યુના કારણોની તત્કાળ તપાસ થવી જોઈએ. આ કેસો કોવિડ-19 સાથે સંબંધિત છે કે કેમ તે પણ તપાસવું જોઈએ.

સરકારે આ પ્રકારની ઘટનાઓનોને ટાળવા માટે એક વ્યૂહરચના ઘડવી જોઈએ અને લોકોને કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ તે વિશે માહિતગાર કરવા માટે એડવાઈઝરી જારી કરવી જોઈએ, તેમ DCWના અધ્યક્ષા સ્વાતિ માલિવાલે કહ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget