દિલ્હી વિધાનસભા ચૂંટણી: જાણો કેટલા ટકા નોંધાયું વોટિંગ

Background
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર મતદાનની પક્રિયા સવારે આઠ વાગ્યાથી શરૂ થશે અને મતદારો સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે. મતદાનનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 3141 પોલિંગ સ્ટેશનને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ સહિત 6 રાષ્ટ્રીય પક્ષો સાથે આમ આદમી પાર્ટીના કુલ 672 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. જેમાંથી 148 અપક્ષ ઉમેદવાર પણ સામેલ છે.
રાષ્ટ્રીય પક્ષોમાં ભાજપ અને કૉંગ્રેસે 66-66 બસપાએ 68, સીપીઆઈ, સીપીએમએ ત્રણ-ત્રણ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીએ પાંચ બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે. અન્ય પક્ષોના 243 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. સૌથી વધારે 28 ઉમેદવાર નવી દિલ્હી વિધાનસભા બેઠક પર છે અને સૌથી ઓછા ઉમેદવાર પટેલ નગર વિધાનસભા બેઠક પર છે.





















