શોધખોળ કરો
Covid 19: રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1105 નવા કેસ, 82 લોકોના મોત
રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 17 હજારને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 1105 નવા કેસ નોંધાયા છે.

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 17 હજારને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 1105 નવા કેસ નોંધાયા છે. 351 લોકો સ્વસ્થ થયા છે અને 82 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, શનિવાર સુધી દિલ્હીમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 17,386 થઈ ગઈ છે. જેમાંથી 7846 લોકો સારવાર લીધા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 398 લોકોના સંક્રમણના કારણે મોત થયા છે.
દેશમાં કોરોના પીડિતોની સંખ્યા 1 લાખ 73 હજાર 763 થઈ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,73,763 પર પહોંચી છે. 4971 લોકોના મોત થયા છે અને 82,370 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 86,422 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
ગુજરાત
Advertisement
