કુસ્તીબાજ સુશીલ કુમારને દિલ્હીની કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો જેલ, જાણો વિગતે
ચાર દિવસની બીજી અવધિ પુરી થયા બાદ બુધવારે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસના વકીલે કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું કે સાગર ધનખડનુ મોત થઇ ગયુ છે, તે ઉભરતો કુસ્તીબાજ હતો અને બાકી લોકો બાકીના અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ છે, આમાં વીડિયો સૌથી મોટો સબૂત છે.
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે (Delhi Police) કુસ્તીબાજ સાગર ધનખડ હત્યાકાંડમાં (Sagar Dhankar Murder) ઓલિમ્પિક વિજેતા રેસલર સુશીલ કુમારની (Wrestler Sushil Kumar) ત્રીજીવાર કસ્ટડીની માંગ કોર્ટની સમક્ષ કરી છે. ચાર દિવસની બીજી અવધિ પુરી થયા બાદ બુધવારે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસના વકીલે કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું કે સાગર ધનખડનુ મોત થઇ ગયુ છે, તે ઉભરતો કુસ્તીબાજ હતો અને બાકી લોકો બાકીના અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ છે, આમાં વીડિયો સૌથી મોટો સબૂત છે. કુસ્તીબાજ સુસીલ કુમારને દિલ્હીની કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો જેલ, જાણો....
આ વીડિયો બધાની વચ્ચે મોકલવા માટે બનાવવામાં આવ્યો હતો, જેમાં તે એક કહી શકે કે હું કંઇપણ કરી શકુ છું. દિલ્હી પોલીસે ત્રીજીવાર કસ્ટડી માટે તર્ક આપ્યુ કે ઓલિમ્પિક વિનર સુશીલ કુમાર તપાસમાં સહયોગ નથી કરી રહ્યો, અને તે કહી રહ્યો છે કે તેને ખબર નથી કે આ કઇ રીતે થઇ ગયુ, અને બધુ બરબાદ થઇ ગયુ. પોલીસે એ પણ કોર્ટમાં જણાવ્યુ કે ડીવીઆર હવે નથી મળ્યા. ઘટનાના સમયે આરોપીઓ દ્વારા પહેરવામાં આવેલા કપડાં નથી મળ્યા. અમારે આ બધુ રિક્વર કરવા માટે કસ્ટડી જોઇએ છે. સુશીલ કુમાર કહી રહ્યો છે કે આ વસ્તુ અહીં હોઇ શકે છે, ત્યાં હોઇ શકે છે અને અમને બરબાર કરવા માટે કોશિશ કરવામાં આવી રહી છે. અમારે આરોપીઓને બઠિંડા અને હરિદ્વાર લઇ જવાના છે. કોર્ટમાં સુશીલનુ ડિસ્ક્લૉઝર સ્ટેટમેન્ટ બતાવવામાં આવ્યુ છે.
A Delhi court remands wrestler Sushil Kumar to judicial custody, refuses Delhi Police plea seeking extension of custody pic.twitter.com/6BReuChgkO
— ANI (@ANI) June 2, 2021
કોર્ટમાં તપાસ અધિકારીઓ કહ્યું કે, સુશીલે જણાવ્યુ કે સંપતિ વિવાદનો મામલો છે. પરંતુ વીડિયોમાં બધુ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે કે શું થઇ રહ્યું છે. પહેલા સુશીલે કહ્યું કે ફ્લેટ ખાલી કરાવવાને લઇને ઝઘડો થયો હતો. જેનુ ભાડુ 25 હજાર હતુ. પરંતુ આટલો મોટા ખેલાડીએ આટલી ઓછી રકમ માટે પોતાની કેરિયર કેમ દાંવ પર લગાવી. દેશે તેને માથે બેસાડ્યો અને તેને આ શું કર્યુ. તેને આ કૃત્ય માટે સમાજને જવાબ આપવો પડશે. તેની પાસેથી કંઇપણ કઢાવવુ આસાન નથી.
વળી, સુશીલના વકીલ પ્રદીપ રાણાએ કહ્યું કે, પોલીસ બતાવવા માંગે છે કે તે સૌથી મોટા કેસની તપાસ કરી રહી છે. પોલીસની અરજીઓમાં કસ્ટડી માટે કોઇ ગ્રાઉન્ડ નથી. કોઇપણ ખાસ કારણ વિના કસ્ટડી ના આપવી જોઇએ. સુશીલની નિશાનદેહી પર હજુ પણ કંઇ નથી મળ્યુ. જજ સાહેબ કેસ ડાયરી જોઇને જ ફેંસલો કરો.
10 દિવસના રિમાન્ડમાં આ લોકો કંઇજ નથી કરી શક્યા, આ લોકો કપડાં શોધવા માટે હરિદ્વાર ગયા અને મોબાઇલ શોધવા માટે બઠિંડા ગયા. હવે ફરીથી ત્યાં જવા માટે કહી રહ્યાં છે. કસ્ટડીની અરજી ફગાવી દેવી જોઇએ, અને આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવે. સુશીલને જેલમાં ખતરો રહેશે કેમકે આમાં જે સોનૂ ઘાયલ થયો છે તે મોટી ગેન્ગ સાથે સંબંધ ધરાવે છે. સુશીલની સુરક્ષાને ધ્યાનમાં રાખતા અલગ સેલમાં રાખવામાં આવે.