Delhi Crime: દિલ્હીમાં ધોળા દિવસે ફિલ્મી સ્ટાઈલમાં લૂટ, બંદૂક બતાવી રોકી કાર, સમગ્ર ઘટના કેમેરામાં કેદ
Delhi Robbery: દિલ્હીના પ્રગતિ મેદાન પાસે આવેલી સુરંગમાં થયેલી લૂંટનો વીડિયો સામે આવ્યો છે. બંદૂકની અણીએ બદમાશોએ બે લાખ રૂપિયાની લૂંટ કરી હતી
Pragati Maidan Robbery: રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાન પાસે આવેલી એક સુરંગમાં 2 લાખ રૂપિયાની લૂંટનો મામલો સામે આવ્યો છે. અહીં ધોળા દિવસે કેબ રોકીને ડિલિવરી એજન્ટ પાસેથી બે લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
#WATCH 24 जून को प्रगति मैदान सुरंग के अंदर अज्ञात हमलावरों के एक समूह ने एक डिलीवरी एजेंट और उसके सहयोगी से बंदूक की नोक पर 1.5 से 2 लाख रुपये की नकदी लूट ली थी। पुलिस ने मामला दर्ज कर लिया है और अपराधियों को पकड़ने के प्रयास किए जा रहे हैं: दिल्ली पुलिस
— ANI_HindiNews (@AHindinews) June 26, 2023
(पुलिस ने सीसीटीवी… pic.twitter.com/XwrOmqeUsT
દિલ્હીમાં ધોળા દિવસે લૂંટાયો ડિલિવરી એજન્ટ
રાજધાની દિલ્હીમાં બદમાશો કેટલા બેખૌફ છે તેનું તાજેતરનું ઉદાહરણ પ્રગતિ મેદાન ટનલમાં 2 લાખ રૂપિયાની લૂંટ છે. અહીં બંદૂકની અણી પર બદમાશોએ કેબ રોકી અને એક વ્યક્તિ પાસેથી બે લાખ રૂપિયા લૂંટી લીધા. ઘટનાના ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 4 બદમાશો 2 મોટરસાઈકલ પર સવાર થઈને આવે છે અને પછી બંદૂકની અણી પર લૂંટને અંજામ આપે છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
ગન પોઈન્ટ પર લૂંટ
પટેલ સાજન કુમાર નામનો વ્યક્તિ ઓમિયા એન્ટરપ્રાઈઝ ચાંદની ચોક ખાતે ડિલિવરી એજન્ટ તરીકે કામ કરે છે. 24 જૂને તે તેના એક સાથી જીગર પટેલ સાથે ચાંદની ચોકથી ગુરુગ્રામ જવા નીકળ્યો હતો. તેની પાસે પૈસા ભરેલી બેગ હતી જે તેણે ત્યાં કોઈને આપવાની હતી. બંનેએ લાલ કિલ્લાથી ઓલા કેબ બુક કરી અને રિંગરોડ પર ગુરુગ્રામ જતાં તેઓ પ્રગતિ મેદાન ટનલમાં પ્રવેશ્યા હતા. ત્યારે જ બે મોટરસાઇકલ પર સવાર 4 બદમાશોએ બંદૂકની અણીએ કેબ રોકી અને બેગ લૂંટી લીધી. જેમાં અંદાજે દોઢથી બે લાખ રૂપિયા હતા.
આ પછી લૂંટના આ મામલાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી બદમાશોની શોધખોળ હાથ ધરી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ ઘટના ધોળા દિવસે બની હતી. જે દિલ્હી પોલીસ પર ઘણા સવાલો ઉભા કરે છે.
કેજરીવાલે LG પાસેથી રાજીનામું માંગ્યું
આ ઘટનાને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર ઉપરાજ્યપાલ પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે લખ્યું, 'એલજીએ રાજીનામું આપવું જોઈએ. દિલ્હીના લોકોને સુરક્ષા આપી શકે તેવા લોકોને જવાબદારી સોંપો. જો કેન્દ્ર સરકાર દિલ્હીને સુરક્ષિત ન બનાવી શકે તો તમે દિલ્હીને અમને સોંપી દો. અમે તમને બતાવીશું કે શહેર તેના નાગરિકો માટે કેવી રીતે સુરક્ષિત બને છે.
પોલીસે આ મામલામાં IPC કલમ 397 અને 34 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે કહ્યું કે તેઓ ફરિયાદીઓ, તેમના એમ્પ્લોયર અને અન્ય કર્મચારીઓની પણ પૂછપરછ કરી રહ્યા છે.