Sanjay Singh Remand: AAP સાંસદ સંજય સિંહના ઈડી રિમાન્ડ 13 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યા
દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવેલા આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહના ED રિમાન્ડને મંગળવારે (10 ઓક્ટોબર)ના રોજ કોર્ટે 13 ઓક્ટોબર સુધી લંબાવ્યા છે.
Delhi Excise Policy: દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવેલા આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહના ED રિમાન્ડને મંગળવારે (10 ઓક્ટોબર)ના રોજ કોર્ટે 13 ઓક્ટોબર સુધી લંબાવ્યા છે. સંજય સિંહની ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં 4 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. આ પછી તેમને પાંચ દિવસના ED રિમાન્ડ પર મોકલાયા હતા. રિમાન્ડ પૂરા થતાં EDએ તેમને મંગળવારે કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે તેમની ED કસ્ટડી વધારી દીધી હતી.
સંજય સિંહે સુનાવણી દરમિયાન કહ્યું, મને રાત્રે 10.30 વાગ્યે કહેવામાં આવ્યું કે તમને બહાર કાઢવામાં આવી રહ્યા છે. પૂછવા પર તેઓએ કહ્યું કે તેઓ તેમને તુગલક રોડ પોલીસ સ્ટેશન લઈ જઈ રહ્યા છે. મેં ફરીથી પૂછ્યું કે શું ન્યાયાધીશની પરવાનગી લેવામાં આવી છે. મેં આગ્રહ કર્યો તો તેમણે કહ્યું કે મને લેખિતમાં આપો. મેં લેખિતમાં આપ્યું હતું. બીજા દિવસે પણ આવું જ બન્યું. આનો અર્થ એ છે કે તેમની પાસે અન્ય એજન્ડા છે.
સંજય સિંહે કહ્યું કે, હવે જજ સાહેબ, તેમને પૂછો, કોના નિર્દેશ પર મને ઉપર મોકલવાની તૈયારી હતી, તેમને આ પૂછો. મારી એક જ વિનંતી છે કે તમને જ્યાં લઈ જવાની ઈચ્છા હોય, મહેરબાની કરીને ન્યાયાધીશને જાણ કરો. આ દરમિયાન કોર્ટે સિંહને તેમના પરિવાર અને વકીલને 10 મિનિટ સુધી મળવાની મંજૂરી આપી હતી.
EDએ શું દલીલ કરી ?
EDએ સંજય સિંહના 5 દિવસના રિમાન્ડ માંગ્યા અને કહ્યું કે તેઓ સવાલોના યોગ્ય જવાબ આપી રહ્યા નથી. જ્યારે તેમને ફોનના ડેટા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે તેનો પણ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.
કોર્ટના સવાલના જવાબમાં ED તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે તાજેતરમાં ચંદીગઢમાં દરોડો પાડવામાં આવ્યો છે, જે બિઝનેસમેનના વતી દરોડા પાડવામાં આવ્યા હતા તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને તેણે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી છે, જેનો ખુલાસો અત્યારે કરી શકાય તેમ નથી.
સંજય સિંહના વકીલે શું કહ્યું ?
સંજય સિંહના વકીલ રેબેકા જોને કહ્યું કે કસ્ટડી એવો અધિકાર નથી જે માત્ર માંગણી પર આપી શકાય. તપાસ એજન્સી પાસે આ માટે મજબૂત કારણ હોવું જોઈએ. છેલ્લા પાંચ દિવસમાં તેમણે એવા સવાલો પૂછ્યા જેની તપાસ સાથે કોઈ જ સંબધ નથી.
રેબેકા જોને કહ્યું કે, “સર્વેશ અને વિવેકને આમને સામને કરવાની વાત થઈ હતી, પરંતુ આવું કંઈ થયું નથી. જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા - ઉદાહરણ તરીકે, મેં મારી માતા અને પત્નીને ફોન કેમ આપ્યો ?
સંજય સિંહના વકીલે કહ્યું કે તેમણે તેમની સમગ્ર વકીલાતની કારકિર્દીમાં આવી રિમાન્ડ અરજી ક્યારેય જોઈ નથી. સંજય સિંહના વકીલે કહ્યું કે કોઈ સાક્ષીને રૂબરૂ બનાવવામાં આવ્યા નથી, બેંકના ફેમિલી ટ્રાન્ઝેક્શનને લઈને સવાલો પૂછવામાં આવ્યા હતા, શું EDને આ માટે 5 દિવસની કસ્ટડી મળી હતી. EDએ કહ્યું કે આ કેસમાં મોટા પાયે પૈસાની લેવડદેવડ થઈ છે, તેથી વધુ રિમાન્ડની જરૂર છે.