શોધખોળ કરો
Advertisement
દિલ્હી હિંસામાં શહીદ કૉન્સ્ટેબલના પરિવારને દિલ્હી સરકાર એક કરોડની સહાય અને એક સભ્યને આપશે નોકરી
કેજરીવાલે કહ્યું કે દિલ્હી હિંસામાં સામાન્ય લોકો સામેલ નથી, પરંતુ આ હિંસા બહારના લોકોએ ફેલાવી છે. કેટલાક રાજનીતિક, અસામાજિક તત્વ સામેલ છે. દિલ્હીમાં હિંદુ મુસલમાન નથી લડવા માંગતા, હવે નફરત અને દંગાની રાજનીતિ ચલાવી લેવામાં નહીં આવે.
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં થયેલી હિંસામાં અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે. દિલ્હીની સ્થિતિને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સંવેદશીલ ગણાવતા લોકોને એકતાની અપલી કરી છે. સાથે તેમણે કહ્યું કે દિલ્હીમાં હિંસા માટે બહારના, રાજકીય અને ઉપદ્રવીઓ જવાબદાર છે.
વિધાનસભામાં કેજરીવાલે કહ્યું કે “આ હિંસામાં એક હેડ કૉન્સ્ટેબલ શહીદ થઈ ગયા છે. દરેક શહીદ પરિવારની જેમ શહીદ રતનલાલના પરિવારને દિલ્હી સરકાર દ્વારા એક કરોડ રૂપિયાની સહાય આપવાાં આવશે, સાથે તેમણે કહ્યું કે, રતનલાલના પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે. ”
સીએમ કેજરીવાલે કહ્યું કે દિલ્હી હિંસામાં સામાન્ય લોકો સામેલ નથી, પરંતુ આ હિંસા બહારના લોકોએ ફેલાવી છે. કેટલાક રાજનીતિક, અસામાજિક તત્વ સામેલ છે. તેમણે કહ્યું- દિલ્હીમાં હિંદુ મુસલમાન નથી લડવા માંગતા, હવે નફરત અને દંગાની રાજનીતિ ચલાવી લેવામાં નહીં આવે. સમગ્ર દિલ્હીએ એકસાથે ઊભા રહીને કહેવું પડશે કે હવે આ ભાઈ -ભાઈ સાથે લડાવનારી રાજનીતિ સાખી લેવામાં નહીં આવે.Delhi CM Arvind Kejriwal in Delhi Assembly: I want to assure the family of Delhi Police Head Constable Rattan Lal ji that we will take care of them. We will give a compensation of Rs 1 Crore and a job to a member of his family. pic.twitter.com/ifh9UernLI
— ANI (@ANI) February 26, 2020
દિલ્હીની શાંતિ માટે અમે જરૂરી પગાલા ઉઠાવીશું. કેજરીવાલે વધુમાં કહ્યું કે, હું ફરી ગૃહમંત્રીને અપીલ કરું છું કે દિલ્હીમાં સ્થિતિ કાબુ કરવા માટે આર્મી બોલાવવામાં આવે.Delhi CM Arvind Kejriwal in Delhi Assembly: People of Delhi do not want violence. All this has not been done by the 'aam aadmi'. This has been done by some anti-social, political and external elements. Hindus & Muslims in Delhi never want to fight. #DelhiViolence pic.twitter.com/gE655ZNgJs
— ANI (@ANI) February 26, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement