Delta Variant Update: દેશના કેટલા રાજ્યોમાં મળ્યો કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિયંટ, એક વ્યક્તિનું મોત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર થયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય સાર્સ કોવ-2 જીનોમિક્સ કંસોર્ટિયમએ સૂચના આપી હતી કે, ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વર્તમાનમાં ચિતાજનક વેરિયન્ટ છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસની બીજી લહેર દેશમાં ધીમી પડી છે. પરંતુ હવે દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયંટ તાંડવ મચાવવાની તૈયારી કરી રહ્યો છે. અત્યાર સુધીમાં દેશના આઠ રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિયંટના કેસ મળી ચુક્યા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં મળ્યા છે. જે રાજ્યોમાં કેસ મળ્યા છે તેમાં મહારાષ્ટ્ર, કેરળ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, આંધ્રપ્રદેશ સામેલ છે.
મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વાયરસથી બે લોકો સંક્રમિત થયા હોવાની પુષ્ટિ બાદ એક મહિલાનું 23 મેના રોજ નિધન થયું હતું. મહારાષ્ટ્રના સાત જિલ્લામાં અત્યાર સુધીમાં ડેલ્ટા સ્વરૂપના 21 દર્દી મળ્યા છે.
ડેલ્ટા વેરિયન્ટનો ફેલાવો ચિંતાજનક કેમ?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર થયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય સાર્સ કોવ-2 જીનોમિક્સ કંસોર્ટિયમએ સૂચના આપી હતી કે, ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વર્તમાનમાં ચિતાજનક વેરિયન્ટ છે. જેમાં ઝડપથી પ્રસાર, ફેફસાંની કોશિકાઓના રિસ્પેટરથી મજબૂતીથી ચોટવા અને મોનોક્લોનલ એન્ટીબોડી પ્રતિક્રિયામાં સંભવિત કમી જેવી વિશેષતા છે.
ડેલ્ટા પ્લસ વરિયન્ટ કેટલો ખતરનાક
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેને B.1.617.2ને ડેલ્ટા પ્લસ નામ આપ્યું છે. જો કે હાલ એક્સ્પર્ટના મત મુજબ આ વાયરસથી એટલી ચિંતા કરવાની જરૂર નથી. અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ભારતમાં વેરિએન્ટ ઓફ કન્સર્ન બન્યો નથી.
ઝડપથી વધી રહ્યો છે ડેલ્ટા વેરિયન્ટનો પ્રભાવ- WHO
કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ વિશ્વમાં અન્ય વાયરસની તુલનામાં પ્રબળ થઇ રહ્યો છે, કેમકે તે ખૂબ જ ઝડપથી ફેલાય છે. કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ સૌથી પહેલા ભારતમાં જોવા મળ્યો હતો. જો કે હવે તે દુનિયાના 80 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. બી.1.617.2 ડેલ્ટા વેરિયન્ટની ભારતમાં સૌથી પહેલા ઓક્ટોબર 2020માં જાણ થઇ હતી.
સૌથી વધુ ખતરનાક ડેલ્ટા વેરિયન્ટ-ફાઉચી
વ્હાઇટ હાઉસના મુખ્ય ચિકિત્સક ડો. એન્થની ફાઉચીએ સચેત કર્યાં છે કે, ડેલ્ટા વેરિયન્ટ કોરોનાની મહામારીને ખતમ કરવાના પ્રયાસ સામે મોટો પડકાર છે. અમેરિકામાં સામે આવી રહેલા કોરોના વાયરસના નવા મામલામાં 20 ટકાથી વધુ સંક્રમણ ડેલ્ટા વેરિયન્ટના કારણે છે. બ્રિટનમાં પણ 90 ટકાથી વધુ કેસ માટે ડેલ્ટા વેરિયન્ટ જવાબદાર છે.