Ram Rahim Furlough: રેપના દોષી રામ રહીમ આજે આવી શકે છે જેલની બહાર, ડેરા પ્રમુખને મળી 3 અઠવાડિયાની ફરલો
રોહતકની સુનારિયા જેલમાં બંધ ગુરમીત રામ રહીમને 21 દિવસની ફરલો (Furlough) મળી છે. રામ રહીમ સિરસા ડેરા ખાતે પોલીસના મોનિટરીંગમાં રહેશે
Ram Rahim Gets Furlough: રોહતકની સુનરિયા જેલ (Sunariya Jail)માં છેલ્લા ચાર વર્ષથી બંધ ડેરા પ્રમુખ (Dera Chief) રામ રહીમને કોર્ટમાથી ત્રણ અઠવાડિયાની ફરલો મળી છે. રેપ અને હત્યા (Rape and Murder) ના ગુનામાં જેલની અંદર સજા ભોગવી રહેલા રામ રહીમ 25 ઓગસ્ટ 2017થી જેલના સળીયા પાછળ છે. રામ રહીમની માંની બિમારીના કારણે ફરોલ આપવામાં આવી છે. રામ રહીમને સાધ્વીઓમાં દુષ્કર્મ 10-10 વર્ષ કેદ અને પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમાં ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી છે, તે આજે જ જેલમાંથી બહાર આવી શકે છે.
રોહતકની સુનારિયા જેલમાં બંધ ગુરમીત રામ રહીમને 21 દિવસની ફરલો (Furlough) મળી છે. રામ રહીમ સિરસા ડેરા ખાતે પોલીસના મોનિટરીંગમાં રહેશે. સીબીઆઈની વિશેષ કોર્ટે ઓગષ્ટ 2017માં રામ રહીમને 2 સાધ્વીઓ સાથેના દુષ્કર્મ કેસમાં સજા સંભળાવી હતી. બાદમાં પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડ અને રણજીત હત્યાકાંડમાં પણ સજા થઈ હતી. જેલના નિયમો પ્રમાણે કોઈ પણ કેદી પેરોલ કે ફરલો લઈ શકે છે.
ગુરમીત રામ રહીમને પેરોલ મળી તેને પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ તરીકે જોવામાં આવી રહ્યું છે. પંજાબમાં 20 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાનું છે અને ડેરા સિરસાનો પંજાબની અનેક વિધાનસભા બેઠકો પર પ્રભાવ છે.
આ પણ વાંચો........
Weight Loss Drinks:વજન ઉતારવા ઇચ્છો છો? તો બેસ્ટ 6 ડ્રિંક્સને ડાયટમાં કરો સામેલ, ઝડપથી થશો સ્લિમ
Weekly Pay Policy: દેશની આ કંપની પોતાના કર્મચારીઓને દર સપ્તાહે આપશે પગાર
BJP Candidate List For UP: BJP એ 45 ઉમેદવારોની યાદી જાહેર કરી, સ્વાતિ સિંહના પતિને મળી ટિકીટ
Jobs: આ સરકારી સંસ્થામાં વોક-ઇન ઇન્ટરવ્યુના આધારે નોકરી બહાર પડી, આ રીતે અરજી કરી શકો છો
Shani In Kumbh Rashi 2022: કુંભ રાશિમાં શનિના પ્રવેશથી કઈ રાશિને ફાયદો થશે? જાણો