કોરોના મહામારીમાં સૌથી મોટા રાહતના સમાચાર, ઝાયડસની આ દવાને ઈમરજન્સી ઉપયોગ માટે મળી મંજૂરી, જાણો
ગુજરાત અને દેશમાં કોરોના વાયરસથી બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે. દેશમાં ખૂબ જ ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોના મહામારીમાં સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે ઝાડયસ કંપનીની દવાને મંજૂરી મળી છે.
અમદાવાદ: ગુજરાત અને દેશમાં કોરોના વાયરસથી બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે. દેશમાં ખૂબ જ ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોના મહામારીમાં સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે ઝાડયસ કંપનીની દવાને મંજૂરી મળી છે.
વિરાફિન નામની દવાને ઇમરજન્સી ઉપયોગ માટે DCGI તરફથી મંજૂરી આપવામાં આવી છે. કોરોનાના હળવા લક્ષણો ધરાવતા વયસ્ક લોકોને આ દવા ઉપયોગી થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. દવાના પરીક્ષણ દરમિયાન 91.15% દર્દીઓ સાત દિવસમાં નેગેટિવ થયા છે. એટલે કે આ દવા કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જો કે તેનો ઉપયોગ તબીબોના માર્ગદર્શન હેઠળ જ કરવો જોઈએ.
દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 332,730 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2263 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 193,279 લોકો ઠીક પણ થયા છે. અત્યાર સુધી કોઈ એક દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓની આ સંખ્યા સૌથી વધુ છે. આ અગાઉ 8મી જાન્યુઆરીએ અમેરિકામાં 3 લાખ 7 હજાર લોકો પોઝિટિવ મળ્યા હતા. ભારતે આજે કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં વર્લ્ડ રેકોર્ડ તો બનાવી દીધો છે અને આગામી દિવસોમાં પણ આ રેકોર્ડ તૂટતો રહેશે.
સતત નવમાં દિવસે બે લાખથી વધુ કેસ
દેશમાં સતત નવમાં દિવસે કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને ત્રીજા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 24 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 332,730 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2263 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,93,279 લોકો ઠીક પણ થયા છે.