શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસ નેતા દિગ્વિજયે અમિત શાહને કોરોના થયો એ માટે રામમંદિર સાથે જોડાયેલા ક્યા કારણને જવાબદાર ગણાવ્યું ?
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહએ કટાક્ષ કરતાં કહ્યું કે, સનાતન હિંદૂ ધર્મની માન્યતાઓને અવગણવાનું આ પરિણામ છે.
નવી દિલ્હીઃ કોરોના સંકટની વચ્ચે અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ગઈકાલે ઉત્તર પ્રદેશની કેબિનેટ મંત્રી કમલ રાની વરૂણનું કોરોનાને કારણએ મોત થયું. તેની સાથે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કોરોના પોઝિટિવ આવ્યા. તેના પર કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહએ કટાક્ષ કરતાં કહ્યું કે, સનાતન હિંદૂ ધર્મની માન્યતાઓને અવગણવાનું આ પરિણામ છે.
દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને કહ્યું, ‘સનામત હિંદૂ ધર્મની માન્યતાઓને અવગણવાનું પરિણામ. 1. રામ મંદિરના સમસ્ત પુજારી કોરોના પોઝિટિવ. 2. ઉત્તર પ્રદેશના મંત્રી કમલ રાણી વરૂણ કોરોનાથી સ્વર્ગવાસ. 3. ઉત્તર પ્રદેશના ભાજપ અધ્યક્ષ કોરોના પોઝિટિવ હોસ્પિટલમાં. 4. અમિત શાહ કોરોના પોઝિટિવ.’
કોરોના સંક્રમિતોની ગણતરી કરતાં દિગ્વિજય સિંહે લખ્યું. ‘5- મધ્યપ્રેદશના ભાજપના મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોરોના પોઝિટિવ હોસ્પિટલમાં, 6- કર્ણાટકના ભાજપના મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ હોસ્પિટલમાં. મોદી જી તમે અશુભ મુહૂર્તમાં ભગવાન રામ મંદિરનો શિલાન્યાસ કરીને હજુ કેટલા લોકોને હોસ્પિટલમાં મોકલવા માગો છો?'
દિગ્વિજયસિંહે પૂછ્યું, ‘આ સ્થિતિમાં શું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભારતના પ્રધાનમંત્રીએ કોરેન્ટાઈન ન થવું જોઈએ? શું કોરેન્ટાઈનમાં જવાની બાધ્યતા માત્ર સામાન્ય લોકો માટે જ છે? પીએમ-મુખ્યમંત્રી માટે નથી? કોરેન્ટાઈનની સમયમર્યાદા 14 દિવસની છે.'
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement